આજથી LPG, UPI, FASTatg સહિતના 5 નવા નિયમો અમલી, સામાન્ય માણસને શું થશે અસર ?

નવી દિલ્હી : દેશમાં 1 ઓગસ્ટના રોજથી એલપીજી સિલિન્ડરમાં ભાવ ઘટાડાથી લઈને યુપીઆઈને લગતા અનેક બદલાવ થવા જઈ રહ્યા છે. જેમાં 15 ઓગસ્ટથી ફાસ્ટટેગ વાર્ષિક પાસનો નિયમ પણ લાગુ થવાનો છે. જોકે, આ બધા બદલાવ સામાન્ય લોકોના ખિસ્સાને પણ ઓછા વધતા અંશે અસર કરશે.
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
આ બદલાવમાં સૌથી મહત્વનનો બદલવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલો ઘટાડો છે. જેમાં આજથી એલપીજી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 33. 50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. જે આજથી 1 ઓગસ્ટથી લાગુ થયો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ દિલ્હીમાં 1631.50 રૂપિયા, કોલકાતામાં 1734.50 રૂપિયા, મુંબઈમાં 1582.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1789 રૂપિયા થઈ છે. જોકે, રાંધણ ગેસના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.
યુપીઆઈના નિયમોમાં પણ બદલાવ
જયારે આજથી યુપીઆઈના નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં પેટીએમ, ફોન પે અને જીપે અથવા અન્ય કોઈ થર્ડ પાર્ટી પેમેન્ટ પ્લેટફોર્મના ઉપયોગ મારે બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશને તેમાં બેલેન્સ ચેક, સ્ટેટ્સ રીફ્રેશ અને અન્ય વસ્તુઓ પર લિમીટ નક્કી કરી છે.
એસબીઆઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને ફ્રી ઇન્સ્યોરન્સ કવર બંધ
આજથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને આંચકો લાગ્યો છે. કારણ કે 11 ઓગસ્ટના રોજથી એસબીઆઈ એક સર્વિસ બંધ કરવામાં જઈ રહી છે. જેમાં હવે એસબીઆઈ બ્રાંડેડ ક્રેડિટ કાર્ડસ પર મળનારી ફ્રી ઇન્સ્યોરન્સ કવરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં એસબીઆઈ, યુકો બેંક, સેન્ટ્રલ બેંક, પીએસબી, કરુર વૈશ્ય બેંક, અલહાબાદ બેંક સહિત કેટલાક વિશેષ કાર્ડ પર 50 લાખથી 1 કરોડ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવતું હતું. જે સુવિધા 11 ઓગસ્ટથી બંધ થશે.
એર ટર્બાઈન ફયુલના ભાવમાં બદલાવ
આજે 1 ઓગસ્ટના રોજથી એર ટર્બાઈન ફયુલના ભાવમાં બદલાવ થઈ રહ્યો છે. જેમાં નવા અપડેટ મુજબ દિલ્હીમાં એટીએફના ભાવમાં 92,021. 93 રૂપિયા પ્રતિ કિલોલીટર છે. કોલકાતામાં 95,164.90 રૂપિયા પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 86,077.14 રૂપિયા પ્રતિ કિલોલીટર, અને ચેન્નાઈમાં 95,512.26 રૂપિયા કિલોલીટર છે. આ ભાવ સ્થાનિક
એરલાઈન્સ માટે છે. એટીએફના ભાવમાં બદલાવથી હવાઈ મુસાફરીના ભાડામાં પણ ફેરબદલ જોવા મળે છે.
ફાસ્ટટેગ વાર્ષિક પાસ યોજના શરુ કરાશે
જયારે 15 ઓગસ્ટથી ફાસ્ટટેગ વાર્ષિક પાસ યોજના શરુ કરવામાં આવી રહી છે. આ પાસ અંતર્ગત 200 ટોલ ફ્રી હશે. જેની માટે 3000 રૂપિયા ચુકવવા પડશે. આ પાસ એક વર્ષ માટે માન્ય રહેશે. આ પાસનો ઉદ્દેશ મુસાફરીને વધુ સુગમ બનાવવાનો છે.