દેશમાં 40 ટકા મુખ્યમંત્રીઓ પર ફોજદારી કેસ, આ છે સૌથી અમીર મુખ્યમંત્રી | મુંબઈ સમાચાર
નેશનલ

દેશમાં 40 ટકા મુખ્યમંત્રીઓ પર ફોજદારી કેસ, આ છે સૌથી અમીર મુખ્યમંત્રી

નવી દિલ્હી : દેશમાં લોકતંત્ર મજબૂત કરવા અને મતદારોને રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારોની માહિતી પહોંચાડતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ મોટો ખુલાસો કર્યો છે. જેમાં એડીઆરે દેશમાં સૌથી વધુ ફોજદારી કેસ ધરાવતા મુખ્યમંત્રી અને અમીર મુખ્યમંત્રીની વિગતો જાહેર કરી છે. જે અનુસાર તેલગાંના સીએમ રેવંત રેડ્ડી પર 89 ફોજદારી કેસ છે. જયારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ 931 કરોડની સંપત્તિ સાથે ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી છે.

તેલગાંના સીએમ રેવંત રેડ્ડી પર સૌથી વધુ ફોજદારી 89 કેસ

જયારે ફોજદારી કેસ ધરાવતા મુખ્યમંત્રીની વાત કરીએ તો, તેલગાંના સીએમ રેવંત રેડ્ડી પર 89, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પર 19, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર 13 કેસ અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પાંચ કેસ છે. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પર ચાર-ચાર કેસ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પર બે કેસ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર એક ફોજદારી કેસ હોવાની તેમણે એફિડેવિટમાં જાહેર કર્યું છે.

33 ટકા મુખ્યમંત્રીઓ પર ફોજદારી કેસ

આ ખુલાસો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે. જ્યારે કેન્દ્ર સરકાર ત્રણ વિધેયક લાવી છે. જેમાં ફોજદારી કેસના આરોપમાં 30 દિવસ માટે ધરપકડ કરાયેલા પીએમ, સીએમ અને મુખ્યમંત્રીઓને હટાવવાની જોગવાઈ છે. તેમજ આ અહેવાલ અનુસાર 10 એટલે કે 33 ટકા મુખ્યમંત્રીઓ પોતાની વિરુદ્ધ ચાલી રહેલા ગંભીર ફોજદારી કેસોને એફિડેવિટ કબુલ્યા છે. જેમાં હત્યાના પ્રયાસ, અપહરણ, ભ્રષ્ટાચાર અને ધમકીના જેવા ગુનાઓ છે. આ માહિતી એડીઆરએ ગત ચૂંટણીમાં મુખ્યમંત્રીઓ ઈલેકશન કમિશનમાં જમા કરાવેલી એફિડેવિટમાંથી લેવામાં આવ્યા છે.

એન. ચંદ્રબાબુ નાયડુ 931 કરોડની સંપત્તિ

એડીઆરના આ અહેવાલમાં 27 રાજ્ય અને ૩ કેન્દ્ર્શાસિત પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીઓની માહિતીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ 931 કરોડની સંપત્તિ સાથે સૌથી અમીર મુખ્ય મંત્રી છે. જયારે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુ પાસે 332 કરોડ સાથે દેશના વિશ્વના બીજા નંબરના
સૌથી અમીર મુખ્યમંત્રી છે.

મમતા બેનર્જી પાસે 15 લાખ રૂપિયાની સંપત્તિ

જયારે સૌથી અમીર મુખ્યમંત્રીઓના લિસ્ટમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાસે 51 કરોડ સાથે ત્રીજા નંબરે, જયારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે 15 લાખ રૂપિયાની સંપત્તિ છે. જે દેશમાં સૌથી ઓછી સંપત્તિ ધરાવતા
મુખ્યમંત્રી છે.

30 મુખ્યમંત્રીઓમાંથી 2 અબજોપતિ

એડીઆરએ કરેલા 27 રાજ્ય અને ૩ કેન્દ્ર્શાસિત પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીઓના કરેલા માહિતીના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે તેમની સરેરાશ સંપત્તિ 54.42 કરોડ રૂપિયા છે. આ 30 મુખ્યમંત્રીઓમાંથી 2 અબજોપતિ છે. જ્યારે 30 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,632 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો…રામ ગોપાલ વર્માએ “સુપ્રીમ”ના ચુકાદા પર સાધ્યું નિશાન, લખ્યું ક્યા કુત્તા અપની મેડિકલ રિપોર્ટ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button