ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સુરક્ષા કારણોસર 32 એરપોર્ટ બંધ કરાયા

નવી દિલ્હી : ભારત પાકિસ્તાન સરહદ પર સતત વધી રહેલા તણાવ વચ્ચે સુરક્ષા કારણોસર દેશના 32 એરપોર્ટ કામચલાઉ ધોરણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સિવિલ એવિએશન વિભાગ દ્વારા આ અંગે વિગતવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા હાલતના પગલે હવાઇ મુસાફરોએ નાગરિકોની સુરક્ષાના પ્રાથમિકતાને ધ્યાનના રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. આ એરપોર્ટ 15 મે સુધી બંધ રાખવામાં આવશે. આ એરપોર્ટના નામ આ મુજબ છે.
- અધમપુર
- અંબાલા
- અમૃતસર
- અવંતીપુર
- ભટિંડા
- ભુજ
- બિકાનેર
- ચંડીગઢ
- હલવારા
- હિંડોન
- જેસલમેર
- જમ્મુ
- જામનગર
- જોધપુર
- કંડલા
- કાંગડા (ગાગલ)
- કેશોદ
- કિશનગઢ
- કુલ્લુ મનાલી (ભુંતર)
- લેહ
- લુધિયાણા
- મુન્દ્રા
- નલિયા
- પઠાણકોટ
- પટિયાલા
- પોરબંદર
- રાજકોટ (હીરાસર)
- સરસાવા
- શિમલા
- શ્રીનગર
- થોઇસ
- ઉત્તરલાઈ
પાકિસ્તાને 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના ચોથો દિવસે શુક્રવારે રાત્રે પાકિસ્તાને ફરીથી જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનથી લઈને ગુજરાત સુધીના 26 વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા હતા. પંજાબના ફિરોઝપુરમાં ડ્રોનને કારણે લગભગ 25 વિસ્ફોટ થયા. આમાં એક જ પરિવારના ત્રણ લોકો ઘાયલ થયા હતા. ભારતીય લશ્કરી દળોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને અનેક હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.
આ પણ વાંચો…એરપોર્ટ બંધ થતા રેલવે એક્શનમાં, ફસાયેલા પ્રવાસીઓ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે…