અમેરિકાનો 25 ટકા ટેરિફ: ભારત સાથે USને થશે નુકસાન, કયા સેક્ટર પર પડશે અસર?

નવી દિલ્હી: પહેલી ઑગસ્ટ 2025થી ભારતમાં 25 ટકા ટેરિફ લાગુ પડશે જેને લઈ ભારતમાં કાગારોળ મચી ગઈ છે. ભારતીય નિકાસ પર અસર થવાની અમુક ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે, ત્યારે ભારતની સાથે અમેરિકા પણ નુકસાનમાંથી બચી શકશે નહીં.
ટેરિફનો આ દર અન્ય દેશો સાથે થયેલી ટેરિફ ડીલ કરતા વધારે છે. જેથી ભારત પર આર્થિક ભારણ વધશે અને આર્થિક નુકસાન પણ થશે, પરંતુ 25 ટકા ટેરિફના દરથી ભારતની સાથોસાથ અમેરિકાને પણ નુકસાન થશે. આ નુકસાન કેવી રીતે થશે? આવો જાણીએ.
આપણ વાંચો: ટેરિફ મામલે ભારતના કડક વલણ સામે ટ્રમ્પનો યૂ-ટર્ન! વાટાઘાટ તરફ વળ્યું અમેરિકા…
અમેરિકાના ફાર્મા સેક્ટરને થશે નુકસાન
અમેરિકાએ લાદેલા 25 ટકા ટેરિફથી અનેક ભારતના અનેક સેક્ટર પર અસર થશે. ફાર્મા સેક્ટર પણ તેનાથી બાકાત રહેશે નહીં. પરંતુ તેની અસર અમેરિકા પર થશે, એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે. કારણ કે અમેરિકાની જરૂરિયાતની 47 ટકા દવાઓને જરૂરિયાત ભારત પૂરૂં પાડી રહ્યું છે.
ભારતીય ફાર્માસ્યુટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ફાર્માક્સિલ)ના ચેરમેન નમિત જોશીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે અમેરિકાના બજારમાં દવાઓ કે કાચો માલ અને ઓછા ખર્ચવાળી દવાઓ માટે ભારત પર વધારે નિર્ભર છે. જેનો વિકલ્પ શોધવામાં અમેરિકાને ઘણી મુશ્કેલી પડશે.
આપણ વાંચો: ભારત પર અમેરિકન ટેરિફનો સંકટ, ભારતને iphone હબ બનાવવાનું સપનું અધુરું રહેશે?
સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા પૂરૂ પાડે છે ભારત
નમિત જોશીએ આગળ જણાવ્યું કે, “ભારત લાંબા સમયથી વિશ્વસને સસ્તી અને સારી ગુણવત્તાવાળી દવાઓ પૂરી પાડે છે. એન્ટિબાયોટિક્સ, કેન્સર તથા અન્ય જૂની બીમારીઓની સારવારમાં વપરાતી દવાઓ પણ ભારતીય દવાની કંપનીઓ સસ્તા દામમાં ઉપ્લબ્ધ કરાવે છે. 25 ટકા ટેરિફ દવાઓની ઘટ્ટ અને ભાવ વધારાનું કારણ બનશે. તેનાથી અમેરિકાના ગ્રાહકો અને હેલ્થ સર્વિસ સેક્ટરને નુકસાન થશે.”
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફથી કેમિકલ, મેટલ પ્રોડક્ટ્સ, જ્વેલરી ઉદ્યોગ, ઓટોમોબાઈલ સેક્ટર, ખાદ્ય ઉત્પાદનો તથા ફાર્મો સેક્ટરને અસર થશે. નિષ્ણાતોના મતાનુસાર અંદાજે વર્ષે લગભગ 7 અબજ ડૉલર એટલે કે લગભગ 61,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.
આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફ પર મોદી સરકારે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
ભારત પર વધુ ટેરિફનું કારણ શું?
અમેરિકાએ અન્ય દેશો સાથે કરેલી ટેરિફ ડીલ કરતા ભારત પર વધારે ટેરિફ લાદ્યો છે. અમેરિકાએ જાપાન પર 15 ટકા, વિયેતનામ પર 20 ટકા, ઇન્ડોનેશિયા પર 19 ટકા, યુરોપ પર 15 ટકા ટેરિફ લાદ્યો છે.
જ્યારે ભારત પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. જેની પાછળ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતના ઉંચા ભાવ, રશિયા પાસેથી વધારે સૈન્ય ઉપકરણો અને ઊર્જાની ખરીદીની સાથોસાથ બિન-નાણાકીય વેપાર અવરોધોનો જવાબદાર ગણાવ્યા છે.