દેશમાં દિવાળી અને છઠ પૂજા દરમિયાન 12,000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવાશે, બિહાર માટે નવી ટ્રેનોની જાહેરાત | મુંબઈ સમાચાર
નેશનલ

દેશમાં દિવાળી અને છઠ પૂજા દરમિયાન 12,000 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવાશે, બિહાર માટે નવી ટ્રેનોની જાહેરાત

નવી દિલ્હી : દેશમાં આવનારા મહિનાઓમાં આવી રહેલા તહેવારોને પગલે રેલવે મંત્રીએ મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ પૂજા દરમિયાન દેશભરમાં 12,000 થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. તેમજ રેલ્વે મંત્રીએ બિહાર માટે નવી વંદે ભારત અને ચાર નવી અમૃત ભારત ટ્રેનોની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે બિહારના પૂર્ણિયાથી પટના સુધી બીજી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. જ્યારે ચાર નવી અમૃત ભારત ટ્રેનો ગયા થી દિલ્હી, સહરસાથી અમૃતસર, છાપરાથી દિલ્હી અને મુઝફ્ફરપુરથી હૈદરાબાદ સુધી દોડશે.

20 ટકા ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે નવી નીતિ હેઠળ, 13 થી ૨૬ ઓક્ટોબર વચ્ચે મુસાફરી કરનારા મુસાફરોને આ તહેવારોની મોસમ દરમિયાન 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર વચ્ચે મુસાફરી કરવા પર તેમના રિટર્ન ભાડામાં 20 ટકા ડિસ્કાઉન્ટ સાથે કન્ફર્મ ટિકિટ મળશે

દક્ષિણ પશ્ચિમ રેલ્વે વધારાની ટ્રેનો ચલાવશે

આ ઉપરાંત આગામી ગણેશ ચતુર્થી, દશેરા, દિવાળી અને છઠ તહેવારો દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને દક્ષિણ પશ્ચિમ રેલ્વેએ યશવંતપુર અને સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનલ બેંગલુરુથી વિવિધ સ્થળોએ ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સેવાઓ નિયમિત ટ્રેનોમાં ભીડ ઓછી કરવામાં અને તહેવારોમાં જતા મુસાફરોને મુસાફરીના વિકલ્પો પૂરા પાડવામાં મદદ કરશે.

દક્ષિણ પશ્ચિમ રેલ્વે વધુ ટ્રેન દોડાવશે

જેમાં ટ્રેન નંબર 06563 યશવંતપુર-ધનબાદ સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ 23 ઓગસ્ટ, 2025 થી 27 ડિસેમ્બર, 2025 સુધી દર શનિવારે યશવંતપુરથી સવારે 07:30 વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે 11:00 વાગ્યે ધનબાદ પહોંચશે. જયારે પરત દિશામાં ટ્રેન નંબર 06564 ધનબાદ-યશવંતપુર સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ 25 ઓગસ્ટ, 2025 થી 29 ડિસેમ્બર, 2025 સુધી દર સોમવારે દોડશે, ધનબાદથી 20:45 વાગ્યે ઉપડશે અને બુધવારે 21:30 વાગ્યે યશવંતપુર પહોંચશે. બંને ટ્રેનો દરેક દિશામાં 19 ટ્રીપ કરશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button