બિહારમાં ધબકડા પછી INDI ગઠબંધનમાં ગાબડું: કોંગ્રેસની પીછેહઠ બાદ અન્ય સહયોગી પક્ષોમાં નારાજગીના સૂર

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી હાર્યા બાદ હવે INDI (Indian National Developmental Inclusive Alliance) ગઠબંધનની સ્થિતિ પણ અંત તરફ જઈ રહી છે. ગઠબંધનમાંથી હવે કોંગ્રેસે પીછેહઠ કરી દીધી છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે ગઠબંધનની સાથી પાર્ટી દ્વારા પર્યાપ્ત સહયોગ નથી મળ્યો, જેથી હવે કોંગ્રેસ પાર્ટી INDIને છોડી રહી છે.
હવે બાકીની પાર્ટીને ભારે નુકસાન થવાનું છે. એનડીએને હરાવવા માટે કોંગ્રેસ સહિતની અનેક પાર્ટીઓ એકઠી થઈ અને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું હતું. પરંતુ આ ગઠબંધન અસરકારક રીતે કાર્ય કરી શક્યું નથી. આ ગઠબંધનમાં કેટલીક પાર્ટીઓ તો બિહાર ચૂંટણી પહેલા જ નારાજ હતી, પરંતુ હવે પરિણામ બાદ અનેક પાર્ટીઓને જાહેરમાં વિરોધ નોંધાવ્યો છે.
આપણ વાચો: બિહારમાં ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનને આંચકો, એનડીએમાં જીતનરામ માંઝીના પક્ષનું સારું પ્રદર્શન…
બિહારીઓએ INDI ગઠબંધનને ‘બહાર’નો રસ્તો દેખાડ્યો
ગઠબંધનમાં સામેલ પાર્ટીઓ બેઠક વહેચણીને લઈને નારાજ હતી. ગઠબંધનને બિહારના લોકોએ બહારનો રસ્તો દેખાડ્યો હતો. પરંતુ હવે આ હાર માટે કોંગ્રેસ અને આરજેડી દ્વારા એકબીજા પર આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.
કેટલીક પાર્ટીઓ હવે ગઠબંધનની દિશા અને નેતૃત્વ પર પણ સવાલો કરી રહી છે. જેના કારણે હવે ગઠબંધન તૂટવા જઈ રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ગઠબંધન તૂટી રહ્યું છે, પરંતુ કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ગઠબંધનમાંથી પાર્ટીના ખસી જવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા છે.
ગઠબંધનનો મૂળ હેતુ એનડીએને હરાવવાનો હતો
મહાગઠબંધનની વાત કરવામાં આવે તો 18 જુલાઈ 2023માં 20 જેટલી પાર્ટી સાથે મળીને INDI નામનું ગઠબંધન બનાવે છે, પરંતુ આ સંગઠન માત્ર ચૂંટણી પૂરતું જ સીમિત થઈ જાય છે. જો આ ગઠબંધન તૂટી રહ્યું છે તો તેનો સૌથી વધારે ફાયદો ભાજપને થવાનો છે.
આ મામલે અત્યારે નિષ્ણાતો એવું પણ માની રહ્યાં છેકે, આ ગઠબંધન ફક્ત ચૂંટણીલક્ષી જરૂરિયાત હતી, રાજકારણમાં તેનું કોઈ મહત્વ નથી. આ ગઠબંધનને એનડીએને હરાવવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ હવે ઇન્ડિ ગઠબંધન નબળું પડી રહ્યું છે અને તેના ઉદાહરણ બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામમાં જોવા મળ્યાં છે.
આ ગઠબંધનમાં કઈ કઈ પાર્ટી સામેલ છે?
બિહારમાં આરજેડીના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં કોંગ્રેસ, જીએમકે, ટીએમસી, આપ, એનસીપી (શરદ પવાર એસપી જૂથ), શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને સીપીઆઈ-એમ જેવી અનેક પાર્ટીઓ સામેલ છે. આ ગઠબંધનનો મુખ્ય હેતું અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પાર્ટી સાથે મળીને અનેડીએને હરાવવું અને ત્યાં સરકાર બનાવવી, પરંતુ મોટા ભાગે ઇન્ડિ. ગઠબંધનને ખાસ સફળતા મળી નથી.
2024ની લોકસભાની ચૂંટણીની કરવામાં આવે તો તેમાં પણ ઇન્ડિ. ગઠબંધન એનડીએને હરાવી શક્યું નથી. 2024માં લોકસભા ચૂંટણીમાં એનડીએ ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું હતું. આ ગઠબંધનને મહારાષ્ટ્ર, હરિયાણા, છત્તીસગઢ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારની વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.



