નેશનલ

Income Tax વિભાગનો સપાટોઃ અત્યાર સુધીમાં Rs 1,100 Cr.ની રોકડ-જ્વેલરી જપ્ત

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ના છ તબક્કા પછી સાતમા તબક્કાનું આવતીકાલે મતદાન હાથ ધરવામાં આવશે, ત્યારે આ વખતની ચૂંટણીમાં ઈન્કમ ટેક્સ વિભાગ (Income Tax Department) દ્વારા સમગ્ર દેશમાંથી 1,100 કરોડ રુપિયાની રોકડ-જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.

આવતીકાલે છેલ્લા તબક્કાનું મતદાન હાથ ધરવામાં આવશે, ત્યારે અત્યાર સુધીમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા નોંધપાત્ર સંખ્યામાં રોકડ અને જ્વેલરી રિકવર કરવામાં આવી હતી. આ વખતની ચૂંટણીમાં 1,100 કરોડથી વધુ રુપિયાની રોકડ અને જ્વેલરી પકડવામાં આવી છે, એમ ઈન્કમ ટેક્સ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા 1,100 કરોડ રુપિયાની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી, જ્યારે આ આંકડાની સંખ્યામાં વધારો થઈ શકે છે. 2019 લોકસભાની ચૂંટણી દરમિયાન 390 કરોડ રુપિયાની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી.


Read More | FDI in Gujarat: 2 વર્ષમાં ગુજરાતમાં વિદેશી રોકાણમાં 200%નો વધારો નોંધાયો


આઈટી વિભાગની કાર્યવાહીમાં આ વર્ષની ચૂંટણીમાં કુલ રિકવરીમાં 182 ટકાનો વધારો થયો છે. સૌથી વધુ રિકવરી દિલ્હી અને કર્ણાટકમાંથી કરવામાં આવી હતી. દરેક રાજ્યમાંથી લગભગ 200 કરોડથી વધુની રોકડ રકમ સહિત જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. બીજા ક્રમે તમિલનાડુ 150 કરોડની રોકડ-જ્વલેરી રિકવર કરી છે. આંધ્ર પ્રદેશ, તેલંગણા અને ઓડિશામાં સામૂહિક રીતે 100 કરોડ રુપિયાની રોકડ-જ્વેલરી જપ્ત કર્યાં છે.


Read More | પાટણના ચા વાળાને આવકવેરા વિભાગે ફટકારી રૂપિયા 49 કરોડની નોટિસ!


લોકસભાની ચૂંટણીને કારણે કેન્દ્રીય તપાસ એજન્સીને એલર્ટ કરવામાં આવી હતી. એજન્સી દ્વારા રોકડ, દારુ, ડ્રગ્સ, જ્વેલરી સહિત અન્ય વસ્તુઓની હેરફેર પર નજર રાખવામાં આવી હતી. ગેરકાયદે હેરફેરને રોકવા માટે કેન્દ્ર તપાસ એજન્સી દ્વારા 24 કલાક માટે કંટ્રોલ રુમ બનાવવામાં આવ્યો હતો. લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા તમામ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવાર પણ લાગુ પાડવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button