ઘરમાં આનાથી વધારે રોકડ રાખશો તો? Income Taxના આ નિયમથી વધુ રોકડ રાખવા પર 137 ટકા સુધીનો થશે દંડ…

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ દેશવાસીઓને ડિજિટલ ઈન્ડિયાની દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છે, પરંતુ આજે પણ કેટલાક લોકો એવા છે કે જેઓ હજી પણ કેશમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. જોકે, શું તમને જાણ છે કે ઘરમાં રોકડ પૈસા રાખવાની લિમીટ કેટલી છે? એનાથી વધારે રોકડ ઘરમાં રાખવી ગુનો છે કે પછી એને કારણે તમારે એને કારણે મુશ્કેલીમાં પડી શકો છો? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
આજનો સમય ડિજિટલ ઈન્ડિયાનો છે અને લોકો મોટાભાગના ટ્રાન્ઝેક્શન ઓનાલઈન કરવાનું પસંદ કરે છે. જોકે, અગાઉ કહ્યું એમ હજી પણ કેટલો વર્ગ એવો છે કે જે રોકડામાં જ વ્યવહાર કરે છે. આવી સ્થિતિમાં ઘરમાં રોકડ રાખવાને લઈને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો નિયમ શું છે, કેટલી રકમ રોકડ ઘરમાં રાખી શકાય? આજે આપણે અહીં આ સ્ટોરીમાં આ વિશે જાણકારી મેળવીશું.
તમારી જાણ માટે કે ભારતમાં ઘરમાં રોકડ રાખવાને લઈને કોઈ ચોક્કસ નિયમ નથી અને તમે ઘરમાં 10,000 રૂપિયાથી લઈને 10,00,000 રૂપિયા સુધીની રોકડ રકમ રાખી શકો છો. જોકે, આ રકમનો તમારી પાસે લીગલ પૂરાવો હોય તો કોઈ પણ મુશ્કેલી નથી આવતી.
આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એ વાતની ચોકસાઈ કરવામાં આવી છે કે તમે ઘરમાં રાખેલા પૈસાનો સોર્સ તમે જણાવી શકો છો કે નહીં. જો તમે આ રકમ તમારી ઈનકમ, કોઈ પ્રોપર્ટી સેલ, બિઝનેસ, ગિફ્ટ્સ કે બીજા કોઈ ટ્રાન્ઝેક્શનની ઉપજ છે એવું સાબિત કરી દો તો તમે આ રકમ તમારા ઘરમાં કોઈ પણ અડચણ વિના રાખી શકો છો.
જો તમે આ રકનો કોઈ યોગ્ય સોર્સ કે સંતોષકારક જવાબ કે પુરાવો નથી આપી શકતાં આવા સંજોગોમાં આઈટી ડિપાર્ટમેન્ટ તમારી સામે એક્શન લઈ શકે છે. આ રકમને આઈટી ડિપાર્ટમેન્ટ બેહિસાબી સંપત્તિ જાહેર કરી દે છે. આવા કેસમાં આઈટી ડિપાર્ટમેન્ટ તમને ફાઈન, પેનલ્ટી, ટેક્સ રિકવરી જેવા પગલાં લઈ શકે છે.
આ ઉપરાંત જો ડિપાર્ટમેન્ટને એ વાતની શંકા આવે છે કે તમારી પાસે રહેલાં પૈસા એ બ્લેક મની છે તો એના માટે તમને 70 ટકાથી લઈને 137 ટકા સુધીનો દંડ ફટકારી શકે છે. આ સિવાય મની લોન્ડરિંગની શંકા હોય તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તમારી સામે કેસ પણ ફાઈલ કરી શકે છે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો, જેથી તેઓ કોઈ પણ મુશ્કેલીમાંથી પડતાં બચી જાય. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…
આ પણ વાંચો…Income Tax માં કરમુકિતથી આટલા કરદાતાઓને ફાયદો,13 લાખની આવક પર ચૂકવવો પડશે આટલો ટેક્સ…