
નવી દિલ્હી: કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના વિવિધ ઠેકાણાઓ પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાંચ દિવસ પહેલાં ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 9 સ્થળોએ એકસાથે દરોડા પડાવામાં આવ્યા હતાં. આ દરોડમાં કુલ 353 કરોડ રુપિયા મળી આવ્યા હતાં. આ કાર્યવાહી એક રેકોર્ડ બની ગઇ છે. કોઇ પણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં અત્યાર સુધીની સૌથી વધુ રોકડ મળી આવી છે. આ રોકડ ગણતાં 3 બેન્કના કર્મચારીઓ અને 40 મશીન પણ થાકી ગયા છે. એટલી બધી રોકડ છે કે એ ગણતાં ગણતાં ઇન્કમટેક્સ વિભાગના નાકે નવ આવી ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘર પર દરોડો પાડી અત્યાર સુધી 353 કરોડની રોકડ જપ્ત કરી છે. આ જપ્ત કરવામાં આવેલ રકમ ગણવા માટે ઇન્કમટેક્સ વિભાગે નોટ ગણવાની 40 મશીન તથા 3 બેન્કના કર્મચારીઓને બેસાડ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક જ રેડમાં આટલી મોટી રોકડ મળી આવી હોય તેવો આ પહેલો કેસ છે. આટલી બધી નોટો ગણતાં ગણાતં મશીન પણ બગડી ગઇ છે. છતાં હજી ઘણી રોકડ ગણાવાની બાકી છે.
ધીરજ સાહુએ ઝારખંડના બિઝનેસ મેન અને રાજકીય વારસો ધરાવનાર વ્યક્તી છે. ઇડીએ ધીરજ સાહુ ઉપરાંત તેમના સગાવ્હાલા અને મિત્રોના ઘર તથા સંપત્તી પર દરોજા પાડ્યા છે. ઇડીએ ઓડિશાના બૈદ્ધ ડિસ્ટલરી પ્રાયવેટ લિમીટેડમાં અને બંગાલમાં આવેલ કેટલાંક ઠેકાણાઓ પર પણ છાપા માર્યા છે.
રાજ્ચસભા સાંસદ ધીરજ સાહુના ઘરમાંથી કરોડો રુપિયા રોકડા મળી આવતા ભાજપે તેમની અટક કરવાની માંગણી કરી છે. દરમીયાન કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે કહ્યું કે, કોંગ્રેસનો આની સાથે કોઇ સંબંધ નથી.