
નવી દિલ્હી: ભારતનમાં ટેક્સ ચોરી એ મોટી સમસ્યા રહી છે, જેને કારણે સરકારની તિજોરીને મોટું નુકશાન થાય છે. અનેક કડક નિયમો છતાં ટેક્સ ચોર (Tax invasion) રસ્તાઓ શોધી કાઢે છે. એવામાં વર્તમાન કેન્દ્ર સરકાર કરચોરી રોકવા માટે કડક પગલા ભરી રહી છે. અહેવાલ મુજબ સરકારે આવકવેરા વિભાગને વધારાની સત્તા આપી છે.
Also read : અરે બાપરે… આ ત્રણ અરબોપતિની સંપત્તિમાં નોંધાયો ઘટાડોઃ જૂઓ કોણ છે જેની સંપત્તિને અસર નથી થઈ
એક અખબારી અહેવાલ મુજબ 1 એપ્રિલ, 2026થી નવું નાણાકીય વર્ષ શરુ થતા જ આવકવેરા વિભાગને ટેક્સ પેયરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઈ-મેલ્સ, બેંક એકાઉન્ટ્સ, ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ્સ વગેરેને ઍક્સેસ કરવાનો કાયદાકીય અધિકાર મળી જશે. જોકે, આવકવેરા વિભાગ આવું ત્યારે જ કરશે જ્યારે તેમને શંકા હોય કે ટેક્સ પેયર ટેસ્ક ચોરી કરી રહ્યો છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, જો આવકવેરા વિભાગને લાગશે કે તમારી પાસે કોઈ અઘોષિત આવક, પૈસા, સોનું, ઝવેરાત અથવા અન્ય કોઈ કિંમતી વસ્તુ અથવા મિલકત છે, જેના પર તમે આવકવેરા અધિનિયમ, 1961 મુજબ આવકવેરો ચૂકવ્યો નથી, તો આવી સ્થિતિમાં પણ આવકવેરા વિભાગ તમારા ખાતાઓની તપાસ કરી શકશે.
આવકવેરા કાયદો, 1961 ની કલમ 132 શું છે?
હાલના ઇન્કમ ટેક્સ એક્ટ, 1691 ની કલમ 132 , આવકવેરા વિભાગના અધિકારીઓને સર્ચ કરવા અને સંપત્તિ અને બૂક ઓફ અકાઉન્ટ્સને જપ્ત કરવાની સત્તા આપે છે. જોકે, અધિકારીઓને આ મંજુરી ફક્ત ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તેમની પાસે એવી માહિતી અને કારણ હોય કે કોઈ વ્યક્તિ પાસે એવી કોઈ અઘોષિત આવક, સંપત્તિ અથવા દસ્તાવેજો છે જેના પર આવકવેરો ચુકવવામાં આવ્યો નથી.
IT વિભાગ પાસે કઈ સત્તાઓ છે?
હાલના કાયદા હેઠળ, કોઈ કેસમાં તપાસ અધિકારીઓ પાસે ચાવીઓ ન હોય અને તેમને શંકા હોય કે કોઈ જાહેર ન કરેલી સંપત્તિ અથવા બૂક ઓફ અકાઉન્ટ્સ રાખવામાં આવ્યા છે, તો અધિકારીઓ કોઈપણ દરવાજા, બોક્સ અથવા લોકરનું તાળું તોડી શકે છે.
Also read : આ વસ્તુઓ બનશે મોંઘી, પણ આ મોંઘવારી તમને નડશે નહીં, ફાયદો કરશે
જ્યારે નવા આવકવેરા બિલ હેઠળ, અધિકારીઓ ફક્ત તાળા તોડી શકશે નહીં પરંતુ તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઈ-મેલ્સ, બેંક એકાઉન્ટ્સ, ઓનલાઈન રોકાણ એકાઉન્ટ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ્સ વગેરેની તમને જાણ કર્યા વિના તપાસ કરી શકશે.