12 લાખની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ, સમજો આ ગણિત
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારામને આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરવામાં આવી હતી. જે મુજબ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. નવા ટેક્સ સ્લેબની જાહેરાત કરતાં કહ્યું, આ પગલાંથી મધ્યમ વર્ગ દેશના અર્થતંત્રને મજબૂતી આપશે. અમે મધ્યમ વર્ગ પર ટેક્સ ઘટાડ્યો છે.
સમજો આ ગણિત
0-4 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
4-8 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા
ટેક્સ8-12 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા
ટેક્સ12-16 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા
ટેક્સ16-20 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા
ટેક્સ20-24 લાખ રૂપિયા સુધીની આવક પર 25
ટકા ટેક્સ24 લાખ રૂપિયા સુધીની આવક પર 30 ટકા ટેક્સ
ઈન્કમ ટેક્સ સ્લેબ બદલાવાથી નવી કર વ્યવસ્થા અપનાવારાને શું ફાયદો થશે?
12 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતા લોકોને ઈન્કમ ટેક્સમાં 80 હજાર રૂપિયાનો ફાયદો થશે.18 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતાં લોકોને ઈન્કમ ટેક્સમાં 70 હજાર રૂપિયાનો ફાયદો થશે.25 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક ધરાવતાં લોકોને ઈન્કમ ટેક્સમાં 1.10 લાખ રૂપિયાનો ફાયદો થશે.