આઈટી બિલ 2025: સંસદીય સમિતિની મહત્વપૂર્ણ ભલામણો, TDS રિફંડ અને ગુપ્ત દાન પર ટેક્સ અંગે સૂચનો

નવી દિલ્હીઃ આવકવેરા બિલ 2025ની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ ભાજપના સાંસદ બૈજયંત પાંડાની અધ્યક્ષતામાં કામ કર્યું અને લોકસભામાં કુલ 4,575 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટમાં અનેક બાબતોને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમિતિ દ્વારા આવકવેરા બિલ 2025માં કેટલાક ફેરફાર કરવા માટે પણ ભલામણ કરી છે. 31 સભ્યોની સંસદીય સમિતિએ પોતાના સૂચનમાં કહ્યું છે કે, બિન-લાભકારી સંસ્થાઓ (NPO) ખાસ કરીને ધાર્મિક અને પરોપકારી હેતુઓ ધરાવતી સંસ્થાઓને અનામી દાન પર કર લાદવા અંગેની અસ્પષ્ટતા દૂર કરવી જોઈએ તે અંગે ભાર મુક્યો હતો.
આપણ વાંચો: સંસદમાં રજૂ કરાયેલા આવકવેરા બિલમાં કેટલા શબ્દો છે, ના ખબર હોય તો જાણો?
સંસદીય સમિતિએ લોકસભામાં 4,575 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો
નવા આવકવેરા બિલની સમીક્ષા કરતી સંસદીય સમિતિએ સૂચન કર્યું છે કે, વ્યક્તિગત કરદાતાઓને કોઈપણ દંડ વિના નિયત તારીખ પછી આવકવેરા રિટર્ન ફાઇલ કરીને સ્રોત પર ટીડીએસ રિફંડનો દાવો કરવાની મંજૂરી આપવી જોઈએ.
સંસદીય સમિતિએ એવું પણ સૂચન કર્યું છે કે, ધાર્મિક અને પરમાર્થ ટ્રસ્ટોને આપવામાં આવેલા અનામી અથવા ગુપ્ત દાનને કર જવાબદારીમાંથી મુક્તિ આપવી જોઈએ.
આપણ વાંચો: નવું આવકવેરા બિલ આવતીકાલે સંસદમાં રજૂ થશે, ક્યારથી લાગુ થશે જાણો?
સંસદીય સમિતિએ કર લેવા બાબતે કેટલાક સૂચનો કર્યા
આ સમિતિએ બિન-લાભકારી સંસ્થાઓ પાસેથી જે કર લેવામાં આવે છે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે, તે આવકવેરા કાયદા હેઠળ વાસ્તવિક આવકવેરાના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. સમિતિ દ્વારા આપવામાં આવેલા સૂચનોમાં આવક શબ્દ ફરીથી રજૂ કરવાની ભલામણ કરવામાં આવી છે.
જેના કારણે આવી સંસ્થાઓની ચોખ્ખી આવક પર કર લેવો જોઈએ તે સુનિશ્ચિત થઈ શકે! એટલું જ નહીં પરંતુ સમિતિએ એવું પણ ભલામણ કરી હતી કે ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટ બંનેને આવા દાનમાંથી મુક્તિ આપવી જોઈએ.
આપણ વાંચો: સરકાર હવે તમારી WhatsApp ચેટ્સ પણ વાંચી શકશે? નિર્મલા સીતારમણે આવકવેરા બીલ અંગે કહી આ વાત
NPOને મળતા ગૃપ્ત દાન શું હવે 30 ટકા ટેક્સ લેવાશે?
આ સંસદીય સમિતિએ કહ્યું હતું કે,‘ બિલનો જાહેર ઉદ્દેશ્ય તેને (કર) સરળ બનાવવાનો છે, ત્યારે સમિતિને લાગે છે કે ધાર્મિક અને પરમાર્થ ટ્રસ્ટોના સંદર્ભમાં નોંધપાત્ર ભૂલ થઈ છે, જે ભારતમાં NPO ક્ષેત્રના મોટા ભાગ પર નોંધપાત્ર પ્રતિકૂળ અસર કરી શકે છે’.
જેથી આવકવેરા બિલ-2025 ની કલમ 337માં તમામ નોંધાયેલા NPOને મળતા ગૃપ્ત દાન પર 30 ટકા કર લાદવાનો પ્રસ્તાવ મૂકે છે, જેમાં ફક્ત ધાર્મિક હેતુઓ માટે સ્થાપિત NPOને જ મર્યાદિત છૂટ આપવામાં આવી છે.
જો આ અધિનિયમ 1960ની વર્તમાન કલમ 115 બીબીસીથી એકદમ અલગ છે. વર્તમાનના કાયદા પ્રમાણે તેમાં વધારે છૂટ આપવામાં આવી છે. તેના પ્રમાણે જ્યારે કોઈ ટ્રસ્ટ કે સંસ્થા સંપૂર્ણ રીતે ધાર્મિક અને પરમાર્થ કાર્યો માટે બનાવી હોય તો તેમાં ગૃપ્તદાન પર કર લેવામાં આવતો નથી.
TDS રિફંડ અંગે સંસદીય સમિતિના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?
આ બાબતે સમિતિતના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, ‘આ સમિતિ 1961ના કાયદાની કલમ 115BBC માં સમાવિષ્ટ સમજૂતીને અનુરૂપ જોગવાઈ ફરીથી રજૂ કરવાનો ભારપૂર્વક આગ્રહ રાખે છે’.
સામાન્ય રીતે ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની જરૂર ન હોય તેવા વ્યક્તિઓના TDS રિફંડ દાવાઓના રિફંડ અંગે આ સમિતિએ એવી ભલામણ કરી છે કે, આવકવેરા બિલમાંથી આ નિયમને હટાવી દેવો જોઈએ જે કરદાતા માટે નિયત તારીખની અંદર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાનું ફરજિયાત બનાવે છે. હવે જોવાનું એ રહે છે કે, આ મામલે કેવી નિર્ણયો લેવામાં આવે છે.