વારાણસીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ અંતિમ પગલું ભરતા ખળભળાટ
વારાણસી: ઉત્તર પ્રદેશ (યુપી)ના વારાણસી શહેરમાં એકજ પરિવારના ચાર લોકોએ આપઘાત (આત્મહત્યા) કરવાનું ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, પરંતુ તેને કારણે પોલીસ પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગુરુવારે સાંજે બનેલી ઘટનામાં એક મહિલા સહિત ત્રણ પુરુષે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યુ હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ વારાણસી શહેરના કૈલાશભવન બિલ્ડિંગના ત્રીજા માળે આ પરિવાર રહેતો હતો, જ્યાં જેમને ફાંસી લગાવીને અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત કરનાર ચારેય લોકો એક જ પરિવારના સભ્યો હોવાની માહિતી મળી છે.
ગળે ફાંસો લગાવનારા પોતાનું જીવન ટૂંકાવનાર બધા ચાર વ્યક્તિઓ આંધ્રપ્રદેશના રહેવાસી છે. આ માસ સ્યૂસાઇડની માહિતી મળતા ચારેય મૃતદેહને તાબામાં લીધા હતા અને આસપાસના લોકોથી પૂછપરછ કરી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસની ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, આ મામલે પોસ્ટમોર્ટમ કર્યા બાદ આગળની માહિતી મળશે એવું પોલીસ અધિકારીએ જણાવ્યુ હતું.
પોલીસને ઘટનાસ્થળેથી સ્યૂસાઈડ નોટ પણ મળી હતી, જેમાં મૃતક પરિવાર (માતા, પિતા અને બે દીકરા) આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું અને આ પરિવાર બે મહિનાથી બીજી જગ્યાએ રહેતો હતો.