રીલ બનાવવાના ચક્કરમાં યુવકે કરી નાખી મોટી હરકત, યૂઝરે આપી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’માં રીલ મુદ્દે સૌથી મહત્ત્વનું નિવેદન આપ્યું હતું, જે સંદર્ભે એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવકે ચોંકાવનારી રીલ મૂકીને વિવાદ વધાર્યો હતો.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તેમ જ યુ-ટ્યૂબ પર ફેમસ થવા માટે નીતનવાં અખતરાં કરતાં ગાંડપણ કરતા તેમ જ મગજ બહેર મારી જાય તેની હરકતો કરતા વીડિયો લોકો બનાવતા હોય છે. આવો જ એક વીડિયો હાલ ખૂબ વાઈરલ થયો છે, જેમાં એક યુવક પોતાની છાતી પર ગેસ સિલિન્ડર પછાડતો જોવા મળે છે.
આ વીડિયો જોઇ મોટાભાગના નેટિઝન્સ તો માથું ખંજવાળતા રહી ગયા. આ વીડિયોમાં યુવક ગેસ સિલિન્ડર ઉપાડીને પોતાની છાતી પર મારતો દેખાય છે. એ પણ સામાન્ય રીતે નહીં, સિલિન્ડરને હવામાં ઉછાળીને. વીડિયોમાં જોઇ શકાય છે કે યુવક સિલિન્ડરને ઉઠાવીને હવામાં બેથી ત્રણ ફૂટ સુધી ઉછાળે છે અને પછી પોતાની છાતી આગળ ધરીને તે પોતાની છાતી પર પડે એ રીતે ઊભો રહે છે.
યુવકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો મૂક્યો છે અને ‘ઈલિયાસ ખિલાડી’ નામના યૂઝરે આ વીડિયો શેર કર્યો છે, જ્યારે વીડિયો જોઇને લોકોની જાતભાતની પ્રતિક્રિયા આવી રહી છે. અમુક લોકોએ પૂછ્યું કે એવી પણ શું મુસીબત આવી પડી કે તારે છાતી પર સિલિન્ડર ઉઠાવી મારવું પડે છે. તો અમુક લોકોએ તેની હાંસી ઉડાવતા આ તો ભારતીય આર્યન મેન નીકળ્યો એવી કમેન્ટ્સ કરી છે.
તો અમુક લોકોએ આ રીતના જોખમી વીડિયો બનાવવાનું ગાંડપણ ગણાવ્યું હતું તેમ જ આ વીડિયો જોઇને અન્ય કોઇ આમ કરવાનો પ્રયત્ન નહીં કરે એવી પણ સલાહ આપી હતી. શું વાયરલ થવા માટે આ પ્રકારના જોખમી કૃત્યો કરવા યોગ્ય છે કે નહીં? નાના બાળકો જ નહીં, પરંતુ યુવકો અને વૃદ્ધ લોકો પણ ભળતી વીડિયો બનાવીને રીલ બનાવે છે, પરંતુ એના કારણે મુશ્કેલીમાં મૂકાય છે, તેથી આમ નહીં કરવાનું હિતાવહ રહે છે.