નવી દિલ્હીઃ 30 સપ્ટેમ્બરે ઈન્ડિગોની ફ્લાઈટ રાંચીથી દિલ્હી આવી રહી હતી. ફ્લાઈટ દરમિયાન અચાનક એક બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. બાળકને જન્મથી જ હૃદયની બીમારી હતી. જ્યારે ફ્લાઈટમાં બાળકને મદદ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ફ્લાઈટમાં બે ડોક્ટર હાજર હતા. બંનેએ મળીને ફ્લાઈટમાં જ બાળકની સારવાર કરી અને તેનો જીવ બચાવ્યો હતો.
આ ઘટનાની વિગત મુજબ બાળકના માતા-પિતા તેને સારવાર માટે દિલ્હીની એઈમ્સમાં લાવી રહ્યા હતા. પરંતુ ફ્લાઇટ ઉપડ્યાના 20 મિનિટ પછી બાળકને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. બાળકની નાજુક તબિયત જોઇને માતા રડવા માંડી હતી. આ જોઇને તરત જ ક્રૂએ પ્લેનમાં ઇમરજન્સીની જાહેરાત કરી હતી અને બાળકને મદદ કરવા માટે બોર્ડ પર મુસાફરી કરી રહેલા ડોકટરોની મદદ માંગી હતી. આ સમયે પ્લેનમાં મુસાફરી કરી રહેલા IAS અધિકારી અને ડૉ. નીતિન કુલકર્ણી અને રાંચી સદર હોસ્પિટલના ડૉ. મોઝમ્મિલ મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે બાળકને પુખ્ત વયના લોકો માટે બનાવવામાં આવેલો ઓક્સિજન માસ્ક આપ્યો હતો અને જરૂરી દવાઓ આપી હતી. જેના કારણે બાળકને ઓક્સિજનનો સહારો મળ્યો હતો. માતા-પિતા બાળક માટે જરૂરી દવા અને ઈન્જેક્શન સાથે જ લઇને આવ્યા હતા, જે ડૉક્ટરને સારવાર માટે ખૂબ મદદરૂપ સાબિત થયું હતું. એક કલાક પછી જ્યારે ફ્લાઈટ લેન્ડ થઈ ત્યારે મેડિકલ ટીમે બાળકને યોગ્ય સારવાર આપી હતી અને બાળકનો જીવ બચી ગયો હતો.
ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા લોકોએ બાળક માટે દેવદૂત બનીને આવેલા બંને ડૉકટરનો આભાર માન્યો હતો જેમણે બાળકને નવું જીવન આપ્યું હતું.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ