પંજાબમાં ઘરે બેઠા જ મળશે દરેક પ્રકારના પ્રમાણપત્રો સરકારે શરૂ કરી આ નવી યોજના…
લુધિયાણા: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને આજે એક નવી યોજના ભગવંત મન સરકાર તુહાડે દ્વાર એટલે કે લોકો ઘરે બેઠા જન્મ, મૃત્યુ, આવક, રહેઠાણ, જાતિ અને પેન્શનના પ્રમાણપત્ર મેળવી શકશે. દિલ્હી સરકારે ઘણા વર્ષો પહેલા ડોર સ્ટેપ સર્વિસ શરૂ કરી હતી હવે પંજાબમાં પણ આવી સ્કીમ શરૂ થઈ છે.
જેના માટે સરકારે હેલ્પલાઈન નંબર 1076 જાહેર કર્યો છે. આ સેવાનો એક ફાયદો એ છે કે તમે મોડી રાત સુધી પણ એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. તમારી અનુકૂળતા મુજબ અધિકારીઓ તમારા ઘરે આવશે. એકવાર સમય અને તારીખ નક્કી થયા બાદ લોકોને એક એસએમએસ પ્રાપ્ત થશે, જેમાં તેમને જરૂરી દસ્તાવેજો અને ફી વિશે માહિતી આપવામાં આવશે. આ યોજના હેઠળ અધિકારીઓ ઘરે ઘરે આવીને લોકો સમક્ષ ઓનલાઈન ફોર્મ ભરશે અને તેની રસીદ પણ આપશે.
પ્રમાણપત્રની હાર્ડ કોપી લોકોને તેમના ઘરે પહોંચાડવામાં આવશે. આ સેવાઓમાં જન્મ, લગ્ન, મૃત્યુ, આવક, આવાસ, જાતિ, ગ્રામીણ વિસ્તારો, સરહદી વિસ્તારો, પછાત વિસ્તારોનો સામેલ કરવામાં આવ્યા છે. તેમજ પેન્શન, વીજળી. બિલની ચુકવણી અને જમીન સીમાંકન પ્રમાણપત્રનો પણ સમાવેશ થાય છે. આર્મ્સ લાયસન્સ, આધાર અને સ્ટેમ્પ પેપર સિવાય લગભગ તમામ સરકારી સેવાઓ આ યોજનાના દાયરામાં આવે છે. આ સેવાની ફી માત્ર 120 રૂપિયા હશે.
દિલ્હીના સીએમએ જણાવ્યું હતું કે પંજાબમાં જે યોજનાઓ લાગુ કરવામાં આવી તે દિલ્હીમાં પાંચ વર્ષ પહેલા થઇ હતી તે ફક્ત AAP જ કરી શકે છે. કારણ કે આપના ઈરાદાઓ સ્પષ્ટ છે. ભગવંત માન નીડર વ્યક્તિ છે, ભ્રષ્ટાચાર કરનારને તેઓ છોડતા નથી. અને આ યોજનાઓ ભ્રષ્ટાચાર પર સૌથી મોટો હથોડો છે.