કુલગામમાં આતંકવાદીઓએ અલમારી પાછળ બંકર બનાવ્યું હતું, જુઓ વીડિયો
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં છેલ્લા બે દિવસમ થયેલા બે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓ ઠાર કર્યા છે, જયારે બે જવાન શહીદ થયા. મોદરગામ એન્કાઉન્ટર સાઇટ પરથી બે આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે રવિવારે ચિન્નીગામમાં ચાર આતંકીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
કુલગામ જિલ્લાના બે ગામોમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. એહવાલો મુજબ ચિન્નીગામમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. આતંકવાદીઓને આશ્રય આપવામાં સ્થાનિક લોકોની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.
આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા એ ઘરની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે. એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે, “આતંકવાદીઓએ એક અલમારીની અંદરથી બંકર બનાવ્યું હતું.”
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વિડિયોમાં જોઈ શકાય છે કે એક અલમારીના દરવાજા પાછળ છુપાયેલું એક બનકર છે, તપાસ સહાયક બંકરની અંદર જતો જોવા મળે છે. સુરક્ષા દળોની તપાસ દરમિયાન છુપાવવાના હેતુસર આતંકવાદીઓએ આ બંકર બનાવ્યું હતું.
ચિન્નીગામમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ યાવર બશીર ડાર, ઝાહિદ અહેમદ ડાર, તૌહીદ અહેમદ રાથેર અને શકીલ અહ વાની તરીકે થઈ છે. મોદરગામમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ ફૈઝલ અને આદિલ તરીકે થઈ છે.
એન્કાઉન્ટર દરમિયાન પેરા કમાન્ડો અને લાન્સ નાઈક પ્રદીપ નૈન મોદરગામમાં એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા હતા; ફ્રિસલ વિસ્તારના ચિન્નીગામ ગામમાં એન્કાઉન્ટર દરમિયાન 1 રાષ્ટ્રીય રાઈફલ્સના હવાલદાર રાજ કુમાર પણ શહીદ થયા હતા.
Also Read –