જમ્મુ કાશ્મીરમાં સાડા છ મહિનામાં 24 આતંકી ઠારઃ સાત જવાન થયા શહીદ
જમ્મુઃ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળો સતત કાર્યવાહી કરી રહ્યા છે. આ વર્ષે (લગભગ સાડા છ મહિના) અત્યાર સુધીમાં સુરક્ષા દળોને જમ્મુ-કાશ્મીરમાં 24 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મેળવી છે. જોકે આ દરમિયાન સાત જવાનો પણ શહીદ થયા છે. દરમિયાન આતંકવાદીઓએ 17 નાગરિકોની હત્યા કરી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષના પ્રથમ સાત મહિનામાં સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના 13 સ્થાનિક આતંકવાદીઓ સહિત 24 આતંકવાદીઓને ઠાર કર્યા છે. અત્યાર સુધીમાં માર્યા ગયેલા 24 આતંકવાદીઓમાંથી 3 ઘૂસણખોર હતા અને માર્યા ગયેલા 8 આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી.
આ પણ વાંચો: અમરનાથ યાત્રા પૂરી થતા જ જમ્મુ કાશ્મીરમાં થશે ચૂંટણી
આ આતંકીઓ 12 એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. દક્ષિણ કુલગામ જિલ્લામાં ત્રણ એન્કાઉન્ટર થયા હતા. તે સિવાય સોપોર અને પુલવામામાં બે અને બાંદીપોરામાં એક એન્કાઉન્ટર થયું હતું. જ્યારે ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 52 ઘૂસણખોરો સહિત 73 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પીટીઆઇના અહેવાલ અનુસાર, સુરક્ષા દળોએ આ વર્ષે બે ટોચના સ્થાનિક આતંકવાદી કમાન્ડરોને ઠાર માર્યા હતા.