આસામમાં ટોળાએ રાહુલની બસ રોકી ‘મોદી મોદી’ના લગાવ્યા નારા, નેતાએ આપી ‘ફ્લાઈંગ કિસ’
સોનિતપુરઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Jyay Yatra) કાઢવામાં આવી રહી છે. હાલના સમયમાં આ યાત્રા આસામમાંથી પસાર થઈ રહી છે. રાજ્યના સોનિતપુર જિલ્લામાં ટોળાએ રાહુલ ગાંધીની બસ રોકી ત્યારે કોંગ્રેસના નેતા બસમાંથી નીચે ઉતરી ગયા હતા. જો કે, તેમની સુરક્ષા માટે તૈનાત સૈનિકોએ રાહુલને બસમાં પાછા બેસવા સૂચન કર્યું હતું. આ દરમિયાન ભીડમાં હાજર લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
તમને જણાવી દઈએ કે ભીડમાં લોકો ભાજપના ઝંડા પકડેલા પણ જોવા મળ્યા હતા. ભીડમાં કેટલાક લોકો રાહુલ ગાંધીની બસની સામે પણ આવી ગયા હતા. આ પછી રાહુલે બસમાંથી નીચે ઉતરવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું બસ થોભાવવાનું કહ્યું અને આ પછી તે બસમાંથી ઉતરી ગયા.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું કે પ્રેમની દુકાન દરેક માટે ખુલ્લી છે. ભારત જોડાશે, ભારત જીતશે. રાહુલે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં રાહુલની બસની સાથે ભીડ પણ આગળ વધી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. દરમિયાન રાહુલ બસમાંથી નીચે નીચે ઉતાર્યા હતા. જોકે સિક્યોરિટી ગાર્ડે તેને ફરી બસમાં બેસવા કહ્યું હતું. અને તેઓ ભીડને ફ્લાઇંગ કિસ આપતા પણ જોવા મળ્યા હતા.
આપને જણાવી દઈએ કે આસામના સોનિતપુર જિલ્લાના જામુગુરીઘાટ ખાતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra attack Assam) અને પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશની કાર પર કથિત રીતે ભાજપ સમર્થકોએ હુમલો કર્યાનો કોંગ્રેસે આક્ષેપ પણ કર્યો છે.