આંધ્રપ્રદેશમાં ગણેશમંડપમાં નાચી રહેલાં યુવકને આવ્યો હાર્ટ એટેક અને…
આંધ્રપ્રદેશઃ હાલમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને ચાલતા-ફરતા, નાચતા, રમતાં લોકોને હાર્ટ એટેક આવે છે અને મૃત્યુ પામે છે. આંધ્રપ્રદેશમાં પણ આવી જ એક આઘાતજનક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગણેશ ચતુર્થીના દિવસે બેભાન થઈને ડાન્સ કરતાં કરતાં એક યુવકનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
આંધ્ર પ્રદેશના ધર્માવરમ ખાતે ગણેશ ચતુર્થીના કાર્યક્રમમાં ડાન્સ કરતાં કરતાં એક યુવકનું નિધન થયું હતું. આ યુવકનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
આ ઘટના 20મી સપ્ટેમ્બરની હોવાનું કહેવાય છે. મૃતકની ઓળખ પ્રસાદ (26) તરીકે કરવામાં આવી છે.
આંધ્ર પ્રદેશના ધર્માવરમ નગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મંડપ સજાવવામાં આવ્યો હતો અને પ્રસાદ પોતાના મિત્રો સાથે મસ્તીથી ડાન્સ કરી રહ્યો હતો. ત્યાર બાદ તે અચાનક જ બેભાન થઈને નીચે પડી જાય છે અને ઊભો જ નથી થતો. લોકો તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા, પણ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાર્ટ એટેકને કારણે પ્રસાદનું મૃત્યુ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2023
శ్రీ సత్యసాయి జిల్లా – ధర్మవరంలో
ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. pic.twitter.com/RUqf1mzRMR
દરમિયાન એપ્રિલ મહિનામાં પણ આવી જ એક ઘટના ઘટી હતી. જેમાં ડીજે પર નાચી રહેલી એક વ્યક્તિ અચાનક ઢળી પડે છે અને તતેને પણ તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. એ પહેલાં ફેબ્રુઆરીમાં તેલંગણામાં લગ્નમાં નાચી રહેલાં યુવકનું ડાન્સ કરતાં કરતાં મૃત્યુ થયું હતું.