નેશનલસ્પેશિયલ ફિચર્સ

2024માં આ દિવસે થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ…

બ્રહ્માંડમાં થતી ગ્રહોની હિલચાલની ધરતી પર વસતા માનવીના જીવન પર ખૂબ જ મોટી અસર જોવા મળે છે. એવું કહેવાય છે કે ગ્રહોની સ્થિતિ બદલાવવાની સાથે સાથે જ મનુષ્યના ભાગ્યમાં પણ બદલાવ આવે છે. એમાં પણ શાસ્ત્રોમાં સૂર્ય અને ચંદ્રગ્રહણનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કે શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ 2024નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે અહીં 2024માં થનારા સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે થોડી માહિતી મેળવી લઈએ. 2023ની જેમ જ 2024માં પણ ચાર ગ્રહણ થશે જેમાં બે સૂર્યગ્રહણ હશે અને બે ચંદ્રગ્રહણ હશે. ચાલો જોઈએ કે 2024માં વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ક્યારે જોવા મળશે-

વર્ષ 2024માં ચાર ગ્રહણ આ દિવસે જોવા મળશે-
⦁ પ્રથમ ચંદ્રગ્રહણ – 25મી માર્ચ 2024
⦁ પ્રથમ સૂર્યગ્રહણ – 8મી એપ્રિલ 2024
⦁ બીજું ચંદ્રગ્રહણ – 18મી સપ્ટેમ્બર 2024
⦁ બીજું સૂર્યગ્રહણ – 2જી ઓક્ટોબર 2024

વાત 2024ના પહેલાં ચંદ્રગ્રહણની…

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના મતે વર્ષ 2024નું પહેલું ચંદ્રગ્રહણ 25મી માર્ચે થવા જઈ રહ્યું છે, પરંતુ આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય એટલે તેના માટેનું સૂતકકાળ માન્ય નહીં ગણાય. 25મી માર્ચે ચંદ્રગ્રહણ 04 કલાક 36 મિનિટ સુધી ચાલશે અને ચંદ્રગ્રહણનો સમય સવારે 10.24 થી બપોરે 03.01 સુધીનો રહેશે. જ્યારે વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ 18મી સપ્ટેમ્બરના થવા જઈ રહ્યું છે. જ્યોતિષીચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહણ દરમિયાન રાહુની નકારાત્મક અસર પૃથ્વી પર વધારે જોવા મળે છે. વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ 18મી સપ્ટેમ્બરના થવા જઈ રહ્યું છે અને આ ચંદ્રગ્રહણ પણ ભારતમાં નહીં દેખાશે તેથી એના માટે પણ સૂતકકાળ માન્ય નહીં ગણવામાં આવે. આ દિવસે ચંદ્રગ્રહણ 04 કલાક 04 ​​મિનિટ સુધી ચાલશે અને ચંદ્રગ્રહણનો સમય સવારે 06:12 થી 10:17 સુધીનો રહેશે.

2024માં આ દિવસે થશે પહેલું સૂર્યગ્રહણ

જ્યોતિષીઓના મતે વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ 08મી એપ્રિલના થવા જઈ રહ્યું છે. ચંદ્રગ્રહની જેમ જ પહેલું સૂર્યગ્રહણ પણ ભારતમાં નથી દેખાવવાનું તો સ્વાભાવિક છે કે એના માટે પણ કોઈ સૂતકકાળ નહીં માન્ય ગણા. વાત કરીએ 2024ના જોવા મળનારા બીજા સૂર્યગ્રહણની તો એ બીજી ઓક્ટોબરના થવા જઈ રહ્યું છે. પણ આ સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. સુતક માન્ય રહેશે નહીં કારણ કે તે ભારતમાં દેખાવવાનું નથી. જોકે ગ્રહણ ભારતમાં દેખાય કે ના દેખાય પણ ગ્રહણ દરમિયાન શાસ્ત્રોક્ત નિયમોનું પાલન ચોક્કસ કરવું જોઈએ, એવી સલાહ જ્યોતિષાચાર્ય દ્વારા આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button