નેશનલ

છત્રપતિ સંભાજીનગરમાં ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલ પર ટોળાનો હુમલાનો પ્રયાસ

છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં બુધવારે એઆઇએમઆઇએમના ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલને લઇ જતા વાહન પર લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો.

જલીલ આગામી પાલિકાની ચૂંટણી માટે પક્ષના ઉમેદવારો માટે બુધવારે બપોરે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે જિન્સી વિસ્તારમાં આ ઘટના બની હતી.

અહીંના બૈજીપુરા વિસ્તારમાં હરીફ ઉમેદવારોને ટેકો આપતું એક જૂથ જલીલ તરફ ધસી ગયું હતું, કારણ કે તેઓ એઆઇએમઆઇએમના કાર્યકરો સાથે પ્રચાર કરી રહ્યા હતા. જલીલ તેમની કારમાં બેસી રહ્યા, જ્યારે ટોળાએ કારને મુક્કા મારવાનું શરૂ કર્યું હતું.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે યોગ્ય બળનો ઉપયોગ કર્યો છે. ટોળામાં 30-35 લોકો સામેલ હતા. પોલીસે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે વિસ્તારમાં શાંતિ છે.

જલીલે જણાવ્યું હતું કે હરીફ ઉમેદવાર ઘણા ગેરકાયદે વ્યવસાય ધરાવે છે અને બાળકો માટે રાશન પણ અન્ય રાજ્યોમાંથી મોકલે છે. અમે ક્યારેય આવા લોકોને પક્ષમાં સામેલ કર્યા નથી. આપણે શોધવું જોઇએ કે તેમણે છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોને ટેકો આપ્યો હતો.
(પીટીઆઇ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button