Bihar crime: નિ:સંતાન મહિલાને પ્રગ્નેન્ટ કરો અને લાખો રુપિયા મેળવો…. જોબ ઓફર જોઇ ફસાયા લોકો
પટના: નિ:સંતાન મહિલાને પ્રેગ્નેન્ટ કરો અને લાખો રુપિયા મેળવો… સોશિયલ મીડિયા પર આવેલી આ જોબ ઓફરે અનેકને ઠગ્યા છે. વાત બિહારવા નવાદાની છે. અહીં પોલીસ સામે ખૂબ જ ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. પોલીસે આ કેસમાં સાઇબર ગુનેગારોની અટક કરી છે. જે લોકોને ઓફર આપતાં હતાં કે, તમારે મહિલાને પ્રેગ્નેન્ટ કરવાની છે અને તેના બદલામાં તમને લાખો રુપિયા મળશે. આ સિન્ડીકેટનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું છે. આ કિસ્સામાં હાલમાં પોલીસે 8 આરોપીઓની અટક કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવાદા પોલીસે સાઇબર ગુનેગારો પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રેડ પાડી હતી. દરમીયાન ઘટનાસ્થળેથી 8 સાઇબર ઠગોની અટક કરવામાં આવી છે. એમની પાસેથી 9 મોબાઇલ અને એક પ્રિન્ટર મળી આવ્યું હતું.
પોલીસના કહેવા મુજબ ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ All India pregnant job (baby birth service) ના નામે પૈસાની લાલચ આપી લોકોને પોતાનો શિકાર બનાવતા હતાં. પોલીસને આ અંગે ગુપ્ત સૂચના મળી હતી. અને ત્યાર બાદ પોલીસે આ સ્થળે રેડ પાડી હતી.
ઓલ ઇન્ડિયા પ્રેગ્નેન્ટ જોબ (શિશુ જન્મ સેવા) નામનું આ ગ્રુપ લોકોને ફસાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું હતું. તેઓ પુરુષોને લાખો રુપિયાનું લાલચ આપી રજીસ્ટ્રેશન ચાર્જીસ વસૂલ કરી ફસાવતાં.
આ ટોળકી જોબ માંગવા આવનાક પુરુષને કહેતી કે તમારે નિ:સંતાન મહિલાઓને પ્રેગ્નેન્ટ કરાવની છે. જેના માટે તમને લાખો રુપિયા મળશે. આવી વાતોમાં ફસાવી પુરુષો પાસે શરુઆતમાં રજીસ્ટ્રેશનના નામે 799 રુપિયા લેવામાં આવતાં. અને ત્યાર બાદ સિક્યોરિટી ડિપોઝીટની માંગણી કરવામાં આવતી. જે અંતર્ગત 5 હજારથી 20 હજાર રપિયા માંગવામાં આવતા.
નવાદા પોલીસની એસઆઇટીએ મુન્ના કુમાર નામની એક વ્યક્તિને ત્યા રેડ પાડી હતી. પોલીસનું કહેવું છેકે મુન્ના કુમાર આ આખા સિંડીકેટનો કર્તાધર્તા હતો. પોલીસે આ ગ્રુપના આઠ લોકોને પકડ્યા છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.