નેશનલ

HDFC Bankના ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલે નહીં કરી શકાય આ કામ…

દેશની સૌથી મોટી પ્રાઈવેટ અને સૌથી સુરક્ષિત ગણાતી એવી બેંકની યાદીમાં એચડીએફસી બેંક (HDFC Bank)નું નામ ટોપ પર હોય. જો તમારું બેંક એકાઉન્ટ પણ એચડીએફસી બેંકમાં છે તો મતારા માટે આ ખૂબ જ મહત્ત્વના સમાચાર છે, જે જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે. મળતી માહિતી મુજબ આવતીકાલે એટલે કે 8મી જૂનના એચડીએફસીની યુપીઆઈ (UPI) અને કેટલીક ડિજિટલ સર્વિસ બંધ રહેશે.

એચડીએફસી બેંક દ્વારા આપવામાં સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતી અનુસાર 8મી જૂનના સવારે 2.30 વાગ્યાથી સવારે 6.30 વાગ્યા સુધી સિસ્ટમ અપગ્રેડ મેઈન્ટેનન્સ માટે યુપીઆઈ સર્વિસ અને ડિજિટલ સર્વિસ બંધ રહેશે. આ સમયે બેંકના સેવિંગ્સ અને કરન્ટ એકાઉન્ટની યુપીઆઈ સર્વિસ કામ નહીં કરે. રૂપે ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવનારા પેમેન્ટ્સ પર પણ તેની અસર જોવા મળશે. આ સિવાય મોબાઈલ એપ અને થર્ડ પાર્ટી એપ પરથી પણ ટ્રાન્ઝેક્શન નહીં કરી શકાય.

આ પણ વાંચો: પાસપોર્ટને લઈને આવ્યા મહત્ત્વના સમાચાર, અત્યારે જ જાણી લો, નહીંતર…

બેંક દ્વારા એવી માહિતી આપવામાં આવી છે કે ખાતાધારકો આ સિસ્ટમ અપગ્રેડેશનને ધ્યાનમાં રાખીને પોતાના તમામ ટ્રાન્ઝેક્શન પહેલાંથી જ કરી લે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ના કરવો પડે. ગ્રાહકો પેઝેપ વોલેટ જેવા ઓપ્શન્સની પસંદગી પણ કરી શકે છે. જોકે, આ સમયે એટીએમ, ડેબિટ કાર્ડ પેમેન્ટ, ક્રેડિટકાર્ડ બિલિંગ જેવી તમામ સુવિધાઓ સામાન્યપણે ચાલતી રહેશે.

જોકે, આ પહેલી વખત નથી કે એચડીએફસી બેંક દ્વારા પોતાની ડિજિટલ બેંકિંગ સર્વિસના મેઈન્ટેનન્સ શેડ્યુલ કર્યું હોય. આ પહેલાં 9મી અને 10મી મેના રોજ પણ સિસ્ટમ અપગ્રેડ માટે કેટલાક કલાકો સુધી સર્વિસ બંધ કરવામાં આવી હતી. એ સમયે પણ યુપીઆઈ, નેટ બેંકિંગ અને કાર્ડ સંબંધિત કેટલીક સુવિધાોઓ પર અસર જોવા મળી હતી. દર થોડા સમયે બેંક દ્વારા આવી મેઈન્ટેનન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જેથી ગ્રાહકોના ડિજિટલ બેંકિગના એક્સપિરીયન્સને વધુ સુવિધાજનક બનાવી શકાય.

આ પણ વાંચો: LPG સિલિન્ડર થયો સસ્તો, બેંકિંગ અને ફાઇનાન્સમાં મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર!

છે ને એકદમ કામની ઈન્ફોર્મેશન? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ અસુવિધામાંથી બચી શકે. આવી જ બીજી કામની માહિતી અને સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button