HDFC Bank Account Holders માટે Impotant News Alert, આવતીકાલે નહીં મળે આ સુવિધા…
આજે 31મી માર્ચ એટલે ફાઈનાન્શિયલ યરનું ક્લોઝિંગ અને દેશની પ્રાઈવેટ સેક્ટરની સૌથી મોટી બેંક ગણાતી HDFC Bank દ્વારા Account Holders માટે એક મહત્ત્વનું Alert જાહેર કર્યું છે. ખાતાધારકોને ફોન અને ઈમેલ દ્વારા આ બાબતની માહિતી આપવામાં આવી છે. બેંક દ્વારા મોકલવામાં આવેલા ઈમેલમાં જણાવવામાં આવ્યું છે પહેલી એપ્રિલના રોજ બેંકની NEFTની સુવિધાનો લાભ નહીં લઈ શકે.
આ પણ વાંચો: mportant News Alert: State Bank Of Indiaમાં છે તમારું Account? તો પહેલાં આ વાંચી લો…
જો તમારું ખાતું પણ HDFC બેંકમાં છે તો પહેલી એપ્રિલના રોજ બેંક સંબંધિત કોઈ પણ પ્રક્રિયા કરવામાં વિલંબ થઈ શકે છે. નવા નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે NEFT Service બંધ રહેશે કે પછી એમાં વિલંબ થઈ શકે છે એવી માહિતી HDFC Bank દ્વારા આપવામાં આવી છે. બેંક દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આર્થિક વર્ષ પૂરું થતાં એ સંબંધિત પ્રક્રિયા કરવા જતાં NEFT Serviceમાં થોડી સમસ્યા આવી શકે છે.
આ પણ વાંચો: Bank Accountમાં હશે Zero Balance તો પણ ATMમાંથી પણ કાઢી શકાશે પૈસા… જાણો કઈ રીતે?
આ સિવાય HDFC Bankમાં જો તમારું સેલરી એકાઉન્ટ છે તો પહેલી એપ્રિલના એટલે કે આવતી કાલે તમારો પગાર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે, એવું પણ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન જણાવવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકો NEFTને બદલે IMPS, RTGS, UPIની મદદથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. જો કોઈ પણ સમસ્યા અનુભવાય તો બેંકના ટોલ ફ્રી નંબર 1800 1600, 1800 2600 પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: શું તમે પણ SBI, HDFC, ICICI અને Axis Bankનું Credit Card વાપરો છો? તો પહેલાં આ વાંચી લો…
પહેલી એપ્રિલથી નવું આર્થિક વર્ષ શરૂ થઈ રહ્યું છે. આર્થિક વર્ષના પહેલાં જ દિવસે અમુક બેંકમાં રજા હોય છે. RBIની ગાઈડલાઈન અનુસાર યર એકાઉન્ટ્સ ક્લોઝિંગ સંબંધિત કામ હોવાને કારણ બેંકો બંધ રાખવામાં આવે છે. મિઝોરમ, ચંદીગઢ, સિક્કિમ, બંગાળ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયને બાદ કરતાં દેશના તમામ રાજ્યમાં બેંકો બંધ રહેશે. આ સિવાય આવતીકાલે RBIમાં જઈને લોકો 2000 રૂપિયાની નોટ પણ નહીં બદલી શકે એવી માહિતી પણ RBI દ્વારા આપવામાં આવી છે.