
અમેરિકા અને ભારત વચ્ચે પાછલા ઘણા સમયથી આર્થિક મોરચે તણાવ જોવા મળી રહ્યો છે. આ તણાવમાં H-1B વિઝાની ફીમાં થયેલા અણધાર્યા વધારો થયો છે. પરંતુ આ તણાવો ઘટાડવા માટે અમેરિકા તરફથી પૂરતા પ્રયાસો થઈ રહ્યા છે. સોમવારે 22 સપ્ટેમ્બરના ન્યુયોર્કમાં યોજાયેલી યુએનજીએની 80મી ઉચ્ચસ્તરીય અધિવેશનમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો વચ્ચે થયેલી બેઠકને આ જ દિશામાં એક આશાસ્પદ પગલું માનવામાં આવી રહ્યું છે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના વેપારી વિવાદને ઘટાડીને હિંદ-પ્રશાંત જેવા વૈશ્વિક મુદ્દાઓ પર સહયોગ વધારવાની તક તરીકે જોવામાં આવી રહી છે.
યુએનજીએમાં મહત્વની મુલાકાત
ન્યુયોર્કના લોટે ન્યુયોર્ક પેલેસ હોટેલમાં સોમવારે રાત્રે જયશંકર અને રુબિયો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠક જુલાઈ પછીની પ્રથમ રૂબરૂ મુલાકાત છે, જ્યારે વાશિંગ્ટનમાં ક્વાડ દેશોની વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન પણ સંબંધોને મજબૂત કરવાનો નિર્ણય લેવાયો હતો. ગઈકાલે રવિવાર 21 સપ્ટેમ્બરના ભારતના વિદેશ મંત્રી જયશંકર ન્યુયોર્ક પહોંચ્યા હતા. ત્યાં જેમણે અને દેશોના પ્રતિનિધિ સાથે દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠોકમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત 27 સપ્ટેમ્બરે યુએનજીએના મંચ પરથી તેઓ ભારતના પક્ષમાં ભાષણ આપશે.
ભારત અને અમેરિકાના વિદેશમંત્રીઓની આ બેઠકમાં હાલ કોઈ સત્તાવાર નિવેદન જારી થયું નથી, પરંતુ તે વેપારી વિવાદને કેન્દ્રમાં રાખીને યોજાઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે રશિયન તેલ ખરીદી માટે ભારત પર 28 ઓગસ્ટથી વધારાના 25% ટેરિફ લાદવામાં આવ્યા, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો છે. આ ઉપરાંત, એચ-1બી વિઝા અરજી માટેની નવી $100,000ની ફીથી પણ તણાવ વધાર્યો છે, જે ભારતીય વ્યાવસાયિકોને સૌથી વધુ અસર કરે છે. આવા સંજોગોમાં આ બેઠકને વેપારી મુદ્દાઓ પર ચર્ચાના તરીકે મહત્વનું માનવામાં આવે છે.
આ બેઠક ભારત-અમેરિકા સંબંધોને મજબૂત કરવા અને જૂના તણાવોને ઘટાડવાની દિશામાં પગલા લેવા માટે મહત્વ પૂર્ણ ગણવામાં આવે છે. જુલાઈ પહેલા જાન્યુઆરીમા પણ ક્વાડ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષી મુલાકાત થઈ હતી, અને તાજેતરમાં ટ્રમ્પના ભારતીય રાજદૂત રુબિયોએ ભારતને અમેરિકાના ટોપ સંબંધોમાં ગણાવ્યું હતું. આ બેઠક હિંદ-પ્રશાંત વિસ્તારમાં સહયોગ વધારવા અને વૈશ્વિક મુદ્દાઓ પર એકતા મજબૂત કરવાની તક પૂરી પાડશે.
યુએનજીએના વિશેષ કાર્યક્રમો
આ વર્ષની યુએનજીએ 80મી વર્ષગાંઠના સ્મરણોત્સવ, આંતોનિયો ગુટેરેસના આયોજનમાં ક્લાઇમેટ એમ્બિશન સમિટ અને બેઇજિંગ ઘોષણાની 30મી વર્ષગાંઠના બેઠક જેવા કાર્યક્રમો સાથે જોડાયેલી છે. જયશંકર આ અઠવાડિયામાં અનેક બેઠકોમાં ભાગ લેશે, જે ભારતની વૈશ્વિક ભૂમિકાને મજબૂત કરશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના વેપારી વિવાદોને ઉકેલવાની આશા જગાડી છે.