નેશનલ

લોકસભા અધ્યક્ષને લઈને ગૂંચવાયેલી ગાંઠ ખોલવા રાજનાથસિંહના નિવાસસ્થાને મહત્વની બેઠક

નવી દિલ્હી: મોદી કેબિનેટ 3.0ના શપથ ગ્રહણ અને મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે 24 જૂનથી સંસદનું બજેટ સત્ર શરૂ કરવા થઈ રહ્યું છે. આ સાથે જ 26 જૂનના રોજ લોકસભા સ્પીકરની ચૂંટણી કરવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 8 દિવસીય વિશેષ સત્ર 24 જૂનથી 3 જુલાઇ સુધી ચાલવાનું છે. સંસદના વિશેષ સત્રમાં 24 અને 25 જૂનના રોજ નવા સાંસદો શપથ ગ્રહણ કરી શકે છે. આ દરમિયાન જ 26 જૂનના રોજ લોકસભા અધ્યક્ષની ચૂંટણી થવાની સંભાવના છે.

આ પણ વાંચો: Sunetra Pawar કેબિનેટમાં જશે તો અજિત પવાર જૂથમાં ખલબલી મચી જશે?

દેશમાં નવી સરકારના ગઠન બાદ કેન્દ્ર સરકારે એકતરફ કામકાજ શરૂ કરી દીધું છે. બીજી તરફ ઘણી રણનીતિઓને લઈને બેઠકો મળી રહી છે. આ દરમિયાન જ રવિવારે રક્ષામંત્રી રાજનાથ સિંહના ઘરે આગામી સંસદ સત્રને લઈને મોટી બેઠક થઈ હતી. મળેલી બેઠકમાં જેપી નડ્ડા, અશ્વિની વૈષ્ણવ, કિરણ રિજીજૂ, લલન સિંહ, ચિરાગ પાસવાન ઉપસ્થિત રહ્યા હતા. હવે આ બેઠકમાં કયા મૂદાઓ પર ચર્ચા થઈ તેના પર સૌની નજર ટકી છે.

હાલ રાજનાથસિંહના નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ બેઠકથી નીકળતા દેખાઈ રહ્યા હતા. 18 મી લોકસભાના પહેલા સંસદ સત્ર મળવાની તૈયારી છે ત્યારે રાજનાથસિંહના નિવાસસ્થાને NDAની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરના NDA ઉમેદવાર માટે સાથીપક્ષ સાથે એકમત સાધવાની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં BJPની બેઠકો કેમ ઘટી , સીએમ યોગી અને RSS વડા ભાગવત કરી શકે છે મંથન

લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને NDAએ સરકાર બનાવી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બન્યા છે અને કેબિનેટમાં મંત્રીઓ વચ્ચે પોર્ટફોલિયોની પણ વહેંચણી કરવામાં આવી છે. હવે એક છેલ્લું કામ બાકી છે, લોકસભા સ્પીકરની પસંદગી. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ માટે પણ આ કોઈ પડકારથી ઓછું નથી. અગાઉની સરકારમાં કોટાના ભાજપના સાંસદ ઓમ બિરલાએ સ્પીકરનું પદ સંભાળ્યું હતું, પરંતુ વર્તમાન સરકારમાં કોટાના ભાજપના સાંસદ ઓમ બિરલાએ સ્પીકરનું પદ સંભાળ્યું હતું, પરંતુ વર્તમાન સરકારમાં કોણ છે? , હાલમાં આ પદ કોણ સંભાળશે તેની પસંદગી કરવામાં આવી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી