આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

Sunetra Pawar કેબિનેટમાં જશે તો અજિત પવાર જૂથમાં ખલબલી મચી જશે?

મુંબઈઃ લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા અને એનડીએએ (NDA Government) સરકાર પણ બનાવી લીધી છે, પરંતુ હજુ તેના પડઘા પડી રહ્યા છે. એક તરફ આરએસએસ (RSS slams BJP) ભાજપને ઠપકારી રહી છે, બીજી બાજુ નેતાઓ એકબીજાને મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપને ધાર્યુ પરિણામ મળ્યું નથી અને તેથી બન્ને સાથીપક્ષ શિંદેસેના અને અજિત પવારની એનસીપી સાથે સારાસારી બનાવી રાખવાની ફરજ પડી છે. વળી, વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે ત્યારે બન્ને પક્ષોને રાજી રાખવા જરૂરી છે.

કેન્દ્રમાં કેબિનેટમાં સ્થાન ન મળ્યું એટલે શિંદે અને અજિત પવાર જૂથ નારાજ છે અને અજિત પવારે નારાજગી જાહેરમાં વ્યક્ત પણ કરી છે. શિંદેજૂથે પણ રાજ્યકક્ષાના પ્રધાનપદથી સંતોષ માનવો પડ્યો છે. અજિત પવારને ઝાલી રાખવા માટે તેમનાં પત્ની સુનેત્રા પવારને રાજ્યસભાની ઉમેદવારી આપવામાં આવી છે અને તેમનાં બિનહરિફ ચૂંટાવાની પૂરી શક્યતા છે ત્યારે હવે તેમને કેબિનેટમાં પ્રધાનપદ મળશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમના વતન બારામતીમાં તો બેનર પણ લાગી ગયા છે. બીજી બાજુ Sunetra Pawarએ પણ કહ્યું છે કે જો કેબિનેટમાં ભૂમિકા ભજવવા મળશે તો તેમને આનંદ થશે.

Read This….
Agniveer scheme: અગ્નિવીર યોજનામાં મોટા ફેરફારો અંગે ચર્ચા, 60-70% અગ્નિવીરને ‘કાયમી’ કરવામાં આવી શકે છે

જો આમ થાય તો સૌથી પહેલા શિંદેસેના નારાજ થાય, કારણ કે મહારાષ્ટ્રમાં 7 બેઠક જીતી આપી હોવા છતાં તેમને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. આ સાથે અજિત પવારના પક્ષના નેતાઓ પણ નારાજ થાય કારણ કે પ્રફુલ પટેલને રાજ્યકક્ષાનું પ્રધાનપદ આપવામાં આવતા તેમણે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. પોતે અગાઉ યુપીએ સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન હોવાથી આ તેમનું ડિમોશન થયું કહેવાય તેમ તેમણે જણાવ્યું હતું. તો બીજી બાજુ સુનેત્રા પવારને રાજ્યસભમાં એન્ટ્રી મળતા છગન ભુજબળે નારાજગીનો સૂર રેલાવ્યો હતો. સાંસદ બનાવી ઈચ્છા છે જ અને પક્ષે સમયસર નિર્ણય ન લેતા પોતે લોકસભાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી, તેમ તેમણે જણાવ્યું છે ત્યારે તેમનો ઈશારો ચોક્કસ રાજ્યસભાની બેઠક તરફ હતો. હવે જો સુનેત્રા પવારને કેન્દ્રમાં કેબિનેટ કક્ષાનું પદ મળે તો સ્વાભાવિકપણે પક્ષના મોટા નેતાઓ નારાજ થાય. આ સાથે ભાજપના નેતાઓને પણ અજિત પવારનું કદ આટલું વધે તે ન ગમે.

સુનેત્રા પવાર નણંદ સુપ્રિયા સુળે સામે બારામતીથી લોકસભાની ચૂંટણી હારી ગયા છે. અજિત પવારના વિધાનસભા વિસ્તારમાં પણ તેમને લીડ મળી નથી. તેમનો આ રીતે થતો ઉદય પક્ષના અન્ય નેતાઓને પાલવે નહીં તે સ્વાભાવિક છે. આથી વિધાનસભાની ચૂંટણી પહેલા અજિત પવારની એનસીપીમાં ખલબલી મચે તેવી શક્યાતાઓ નકારી શકાય તેમ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?