2024માં થનારી મહત્ત્વની ઘટનાઓ: ચંદ્ર પર જનાર પહેલી મહિલાથી 100 વર્ષ બાદ ફ્રાન્સમાં ઓલિમ્પિક…
નવી દિલ્હીઃ નવા વર્ષના આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે આપણામાંથી ઘણા લોકોએ 2024માં કંઈકને કંઈક નવું કરવાનું વિચાર્યું જ હશે. પરંતુ વૈશ્વિક સ્તરની વાત કરીએ તો 2024નું વર્ષ આખા વિશ્વ માટે પણ ઘણા બધા પાસાંઓને ધ્યાનમાં લઈને મહત્ત્વનો રહેવાનો છે, આવો જોઈએ 2024માં વૈશ્વિક સ્તરે લોકો માટે કેવું અને કેટલું ખાસ રહેશે દિવસ…
ચર્ચામાં હશે ફિમેલ પ્રિસ્ટ…
કેથલિક લોકો મોટી સંખ્યમાં મહિલાઓને પ્રિસ્ટ નથી બનાવવા માગતા પરંતુ 2024માં કેનન લોમાં પરિવર્તન આવી શકે છે અને આ કાયદા અંતર્ગત જ કેથલિક ચર્ચનું કામ ચાલે છે. નવા વર્ષમાં મિનિસ્ટ્રીમાં મહિલાઓના પદ પર પોપ ફ્રાન્સિસ અંતિમ નિર્ણય લઈ શકે છે. સમલૈંગિક વિવાહ બાબતે પણ પોપ ફ્રાન્સિસ કેટલાક મહત્ત્વના નિર્ણયો લઈ શકે છે. સાયનાડ ઓન સોલિડેરિટીનું અંતિમ સેશન ઓક્ટોબર, 2024માં વેટિકન સિટીમાં થશે અને એનો હેતુ કેથલિક નિયમોમાં સુધારો લાવવાનો છે.
કુપોષણનો ખાતમો કરશે દવા…
બિલ ગેટ્સ ફાઉન્ડેશન એક દવા એવી દવા પર કામ કરી રહ્યું છે કે જે કુપોષણને ખતમ કરવા માટે સક્ષમ હશે. કુપોષણનો ખાતમો કરનારી આ દવા પર સ્ટેજ થ્રીનું ટ્રાયલ થઈ રહ્યું છે અને 2024માં આ દવાનો ઉપયોગ કરવા માટે World Health Organization (WHO)ની પરવાનગી મળી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં 43 લાખથી વધુ બાળકો કુપોષણનો ભોગ બને છે અને આ દવાથી ભારતને ખૂબ જ લાભ થશે.
ફરી મૂન પર પહોંચશે માણસ
2024માં નાસા પોતાના ચાર એસ્ટ્રોનોટ્સને ચાંદ પર મોકલશે. આ પહેલાં 1972માં Apollo-17 મિશનમાં નાસાએ બે એસ્ટ્રોનોટ્સને ચંદ્ર પર મોકલ્યા હતા અને હવે 52 વર્ષ બાદ ફરી એક ચંદ્ર પણ માણસને મોકલવામાં આવી રહ્યા છે. નાસાના ચાર એસ્ટ્રોનોટ્સને ચંદ્રની ચારે બાજુ પરિક્રમા કરીને ધરતી પર પાછા આવશે.
સુપર કમ્પ્યુટર થશે લોન્ચ
યુરોપના પહેલા એક્સા સ્કેલ સુપર કમ્પ્યુટર 2024માં લોન્ચ થવા જઈ રહ્યું છે. આ સુપર કોમ્પ્યુટરને જર્મનીના જ્યુલિચ શહેરના નેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં લગાવવામાં આવશે. આ સુપર કમ્પ્યુટર દર સેકન્ડ 10 ટુ ધ પાવર ઓફ 18 સુધી કેલક્યુલેશન્સ કરી શકે છે.
સૌથી મોટું સ્પેસ ક્રાફ્ટ
અત્યાર સુધીનું સૌથી મોટું સ્પેસ ક્રાફ્ટ Clipper મિશન માટે બનાવવામાં આવી રહ્યું છે. આ સ્પેસ ક્રાફ્ટનું વજન ઈંધણ વિના 3241 કિલોગ્રામ હશે અને એની લંબાઈ એક બાસ્કેટબોલ કોર્ટ જેટલી એટલે કે 30 મીટર હશે. જ્યુપિટર મિશન માટે તૈયાર આ સ્પેસક્રાફ્ટ પર 24 એન્જિન હશે.
પેરિસમાં યોજાશે ત્રીજી વખત ઓલિમ્પિક
2024માં પેરિસ બીજું એવું શહેર બની જશે જ્યાં ત્રીજી વખત ઓલિમ્પિક યોજાશે. અત્યાર સુધી લંડન જ એક માત્ર એવું શહેર છે કે જ્યાં ત્રણ વખત ઓલમ્પિક રમાઈ ચૂકી છે. પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક માટે આશરે 76 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વર્ષ 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં આશરે 1.2 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બીજી એક આડ વાત એવી કે 100 વર્ષ બાદ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. આ પહેલાં 1924માં પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ હતી.
સ્પેસમાં ફિલ્મ સ્ટુડિયો
2024માં સ્પેસમાં ફિલ્મ સ્ટુડિયો જોવા મળશે અને આ સ્પેસ સ્ટુડિયોનું નામ હશે SEE-1. સ્ટુડિયો 2024મા તૈયાર થઈ જશે અને ત્યાર બાદ આ સ્ટુડિયોમાં કામ શરૂ થઈ જશે. આ સ્ટુડિયોમાં જમીનથી 250 મીટર ઉપર સ્પેસમાં ફિલ્મની શૂટિંગ થશે. આ અનુભવ કલાકારોની સાથે સાથે દર્શકો માટે પણ એકદમ અલગ હશે.
ચંદ્ર પર પહેલી વખત મહિલાએ અવકાશયાત્રી
આવતા વર્ષે માણસ ચંદ્ર પર ખૂબ જ ફોકસ રાખશે. વિક્ટર ગ્લોવર ચંદ્ર પર જનાર પહેલા અશ્વેત શખ્સ હશે તો ચંદ્ર પર જનારી પહેલી મહિલાનું નામ ક્રિસ્ટિયાના કોચ. ક્રિસ્ટિયાના કોચને મિશન સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. ચંદ્ર પર જનાર આ પહેલું સ્પેસ ક્રાફ્ટ કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.