નવો શ્રમ કાયદો લાગુ થતા તમારા પગાર અને નોકરીના નિયમોમાં શું ફેરફાર થશે? જાણો અહીં

અમદાવાદ: કેન્દ્ર સરકારે લેબર લોમાં મોટા ફેરફાર કર્યા છે. 29 વર્તમાન નિયમોને ચાર નવા લેબર કોડમાં મર્જ કરવામાં આવ્યા છે, જે 21 નવેમ્બરથી લાગુ થઇ ગયા છે. કોડ ઓન વેજીઝ, 2019, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ કોડ, 2020, કોડ ઓન સોશિયલ સિક્યોરિટી, 2020 અને ઓક્યુપેશનલ, હેલ્થ એન્ડ વોર્કીંગ કંડીશન કોડ, 2020નો સમાવેશ થાય છે.
સરકારના જણાવ્યા મુજબ ભારતના લેબર ફ્રેમવર્કને આધુનિક બનાવવા, ઈઝ ટૂ બિઝનેસને પ્રોત્સાહન આપવા અને વર્કર્સના અધિકારોનું રક્ષણ કરવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ફૂલ ટાઈમ, કોન્ટ્રાક્ટ, પાર્ટ-ટાઈમ અથવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા કામ કરતા તમામ લોકોને આ ફેરફારોને કારણે અસર થઇ શકે છે.
લઘુત્તમ વેતન:
કર્મચારીઓ સંગઠિત કે અસંગઠિત રોજગાર કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતો હોય એ ધ્યાનમાં લીધા વિના, તેના વેતન મર્યાદાને ધ્યાનમાં લીધા વિના, તમામ કર્મચારીઓને હવે લઘુત્તમ વેતનનો કાયદાકીય અધિકાર મળશે છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ધોરણે “ફ્લોર વેજ” નક્કી કરવામાં આવશે.
વેતનની સુધારેલી વ્યાખ્યા અને ટેક-હોમ પે:
કુલ મહેનતાણાના ઓછામાં ઓછા 50% બેઝિક પે હોવો જોઈએ. જેનાથી, કેટલાક કર્મચારીઓ માટે ટેક-હોમ પે પગાર ઓછો થઈ શકે છે, પરંતુ તેનાથી પ્રોવિડન્ટ ફંડ (PF) અને ગ્રેચ્યુઇટી જેવા સોશિયલ સિક્યોરિટી બેનિફિટ માટે વધુ યોગદાન મળશે, જેનાથી લોંગ ટર્મ રીટાયરમેન્ટ સિક્યોરિટી વધારો થશે.
આ પણ વાંચો: હવે PFની તમામ રકમ ઉપાડી શકશો: EPFO કરવા જઈ રહ્યું છે નિયમોમાં મોટો ફેરફાર…
ગિગ વર્કર્સ માટે સોશિયલ સિક્યોરિટી:
પહેલીવાર, ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને સોશિયલ સિક્યોરિટી પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં એગ્રીગેટર્સે તેમના વાર્ષિક ટર્નઓવરનું એક ટકા ભંડોળ લાઈફ અને ડીસએબિલિટી કવર અને હેલ્થ બેનીફીટ જેવા લાભો માટે ફાળવવાનું રહેશે.
ગ્રેચ્યુઇટી પાત્રતા ઝડપી બનશે:
ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી માટેની પાત્રતાનો સમયગાળો પાંચ વર્ષની સતત સર્વિસથી ઘટાડીને માત્ર એક વર્ષ કરવામાં આવ્યો છે, જેનાથી કર્મચારીની ફાઈનાન્શિયલ સિક્યોરિટીને પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચો: ગ્રેચ્યુઇટીના નિયમોમાં કેન્દ્ર સરકારે કર્યો મહત્વનો ફેરફાર: અનેક કર્મચારીઓને થશે લાભ…
ફરજિયાત અપોઈન્ટમેન્ટ લેટર:
હવે એમ્પ્લોયર્સે અસંગઠિત ક્ષેત્રના વર્કર્સ સહિત તમામ નવા વર્કર્સને ઔપચારિક નિમણૂક પત્રો આપવા જરૂરી છે. રોજગાર, વેતન અને સોશિયલ સિક્યોરિટી રાઈટ્સના ડોક્યુમેન્ટ્સ મળશે, જેનાથી ટ્રાન્સરસી અને જોબ સિક્યોરિટી વધારો થશે. આ ઇન્ફોર્મલ અથવા ગિગ-વર્ક સેક્ટરમાં કામ કરતા વર્કર્સને પણ લાગુ પડે છે,
ઓવરટાઇમ માટે બેવડું વેતન:
સામાન્ય કામના કલાકો કરતાં વધુ કામ કરતા કર્મચારીઓને તેમના સામાન્ય વેતન દર કરતાં ઓછામાં ઓછા બમણા દરે વળતર આપવું ફરજીયાત કરવામાં આવશે.
રજાના હકમાં વધારો:
વાર્ષિક પેઇડ લીવ માટે પાત્ર બનવા માટે અવધિ 240 ડેયઝ ઓફ વોર્કથી ઘટાડીને 180 ડેયઝ ઓફ વોર્ક કરવામાં આવી છે, જેનાથી નવા કર્મચારીઓને પેઇડ લીવના લાભો વહેલા મળી શકશે.
મહિલાઓ નાઈટ શિફ્ટમાં કામ કરી શકશે:
મહિલા વર્કર્સને હવે તમામ સંસ્થાઓમાં નાઈટ શિફ્ટમાં કામ કરવાની મંજુરી આપવામાં આવશે, પરંતુ તેના માટે મહિલા વર્કરની સંમતિ લેવાની રહેશે અને એમ્પ્લોયર્સ દ્વારા સલામતી અને સુરક્ષા પગલાં લેવા ફરજિયાત રહેશે.
વર્ક ફ્રોમ હોમ:
સર્વિસ સેક્ટરમાં પરસ્પર સંમતિથી રીમોટ વર્કની મંજૂરી આપવામાં આવશે.
મફત વાર્ષિક આરોગ્ય તપાસ:
નવા નિયમો મુજબ એમ્પ્લોયર્સે 40 વર્ષથી વધુ ઉંમરના તમામ કર્મચારીઓને મફત વાર્ષિક આરોગ્ય તપાસ આપવી જોઈએ.
સમયસર પગારની ચુકવણી:
એમ્પ્લોયર્સે ફરજિયાતપણે ચોક્કસ સમયમર્યાદાની અંદર વેતન ચૂકવવું જરૂરી રહેશે, જેથી કર્મચારીઓની ફાઈનાન્શિયલ સિક્યોરિટી સુનિશ્ચિત થાય.
મુસાફરી અકસ્માતો બદલ વળતર:
ઘર અને કાર્યસ્થળ વચ્ચે મુસાફરી દરમિયાન થતા અકસ્માતોને હવે રોજગાર સંબંધિત માનવામાં આવશે, તેના માટે વળતર ચુકવવામાં આવશે.



