ટ્રમ્પના ટેરિફની અસર, વોલમાર્ટ, એમેઝોન સહિતની કંપનીઓએ ભારતના ઓર્ડર રોક્યા, કેટલું થશે નુકસાન ?

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે સતત વધી રહેલી ટેરિફ વોરની અસર વર્તાવાની શરુઆત થઈ છે. અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાદયો છે. જેમાં મળતી માહિતી મુજબ અમેરિકાની મોટી કંપનીઓ વોલમાર્ટ, એમેઝોન અને ટારગેટ એન્ડ ગેપ જેવી કંપનીઓએ ભારતીય કંપનીઓને આપેલા ઓર્ડર રોક્યા છે.
ભારતીય કંપનીઓ પર દબાણ બનાવવાનો પ્રયાસ
આ અંગે પ્રકાશમાં આવેલા મીડિયા અહેવાલ મુજબ એક્સપોર્ટ કંપનીઓ ઈમેલ અને પત્રના માધ્યમથી અમેરિકાની કંપનીઓએ એપરલ અને ટેકસટાઈલ શીપમેન્ટને રોકવા જણાવ્યું છે. જેમાં અમેરિકાની કંપનીઓ ટેરિફના
લીધે વધેલી રકમ સહન કરવા તૈયાર નથી. તેમજ ટેરિફનો ભાર ભારતીય કંપનીઓ ભોગવે તે માટે દબાણ
કરી રહી છે.
ઓર્ડરમાં 40 થી 50 ટકા ઘટાડો શકય
અમેરિકાએ ભારત પર ઝીંકેલા નવા ટેરિફ દરના લીધે માલ સામાનની કિંમતમાં 30 થી 35 ટકાનો વધારો થવાનું અનુમાન છે. જેના લીધે અમેરિકા જતા ઓર્ડરમાં 40 થી 50 ટકા ઘટાડો થઈ શકે છે. તેમજ એક અનુમાન મુજબ 4 થી 5 અરબ ડોલરનું નુકસાન થઈ શકે છે.
અમેરિકા ભારત માટે કાપડ અને રેડિમેડ ગારમેન્ટનું મોટું બજાર
જેમાં ભારતની કંપનીઓ વેલસ્પન લિવિંગ, ગોકલદાસ એક્સપોર્ટમ, ઇન્ડો કાઉન્ટ અને ટ્રાઈડેન્ટ 40 થી 70 આવક અમેરિકામાં માલની નિકાસમાંથી મેળવે છે. તેથી આ કંપનીઓ બાંગ્લાદેશ અને વિયેટનામ જેવા દેશો આ કારોબાર મેળવી શકે છે તેનાથી ચિંતામાં છે. આ દેશોમાં ભારત કરતા 20 ટકા ઓછો ટેરિફ છે. ભારત અમેરિકામાં સૌથી વધુ કપડા અને રેડિમેડ ગારમેન્ટની નિકાસ કરે છે. જે ભારત માટે મોટું બજાર છે. જે વર્ષ 2025ના નાણાકીય વર્ષના કુલ નિકાસનો 28 ટકા હિસ્સો છે. જેનું મુલ્ય 36.61 બિલીયન ડોલર થવા જાય છે.
આ પણ વાંચો…રાજકારણમાં નવો વળાંક! ટ્રમ્પ અને પુતિન વચ્ચે થઇ શકે છે મુલાકત, જાણો કેમ છે મહત્વપૂર્ણ