તમિલનાડુ અને પુડ્ડુચેરી પર ચક્રવાત ‘ફેંગલ’ત્રાટક્યા બાદ હાલ કેવી છે સ્થિતિ? જાણો
ચેન્નઈઃ ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) અનુસાર ચક્રવાત ભારતીય સમય મુજબ રાત્રે 10:30 થી 11:30 વાગ્યાની વચ્ચે પુડુચેરી નજીક દરિયાકાંઠેથી પસાર થયું હતું. આ દરમિયાન 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વધીને 90 કિમી પ્રતિ કલાકની સુધી પહોંચ્યો હતો.
ચક્રવાત ફેંગલના કારણે તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો માર્ગ અને હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. તેની અસર લોકોના સામાન્ય જીવન પર પડી હતી. આઇએમડીના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ‘ફેંગલ’ ધીમે ધીમે પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે. ચેન્નઈમાં ભારે વરસાદની આગાહી છે.
ચેન્નઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર મોડી રાત્રે 1 વાગ્યાથી વિમાન સેવા ફરી શરૂ થઈ ગઈ છે. ચક્રવાત ફેંગલને કારણે સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી. એ જ રીતે, ચક્રવાત ફેંગલને કારણે ચેન્નઈમાં ભારે વરસાદથી દક્ષિણ રેલવેએ ટ્રેન સેવાઓમાં ફેરફાર કર્યો હતો.ચક્રવાત ફેંગલની અસરને કારણે વરસાદ પછી રંગનાથન સબવેમાં પાણી ભરાઈ ગયું હતું.
Also Read – Cyclone Fengal ની અસર શરૂ, ચેન્નાઇ એરપોર્ટ બંધ, તમિલનાડુના કેટલાક ભાગોમાં ભારે વરસાદ…
પુડુચેરીમાં નુકસાનનું મૂલ્યાંકન ચાલી રહ્યું છે. પુડુચેરીમાં 150 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.પુડુચેરીમાં 46 સેમી વરસાદ નોંધાયો છે. અહીં 23.9 સેન્ટીમીટર વરસાદ નોંધાયો છે.ચક્રવાત ફેંગલને પગલે ભારે વરસાદને કારણે પુડુચેરીના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. તિરુવલ્લુર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.