નેશનલ

Weather Update : ગરમીથી મળશે રાહત, ભારે પવન સાથે આ રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

દેશમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. પૂર્વોતર આસામ અને હિમાલયી પશ્ચિમ બંગાળ અને નીચલા ઉષ્ણ કટિબંધીય સ્તરે અલગ-અલગ ચક્રવાત પરિભ્રમણને કારણે 5 અને 6 મેના રોજ બંગાળની ખાડીથી ઉત્તરપૂર્વ ભારતમાં તેજ હવા આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર, આસામ, સિક્કિમ, મણિપુર સહિત ઘણા રાજ્યોમાં લોકોને ગરમીથી રાહત મળશે.

પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક રહી શકે

IMDએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં છૂટાછવાયા સ્થળોએ તોફાની પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ પડશે

તદુપરાંત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનના લીધે અફઘાનિસ્તાન પર નીચલા ઉષ્ણકટિબંધીય સ્તરે ચક્રવાતી પરિભ્રમણ તરીકે જોવામાં આવે છે. જેના કારણે 4 અને 5 મેના રોજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

હરિયાણા-પંજાબમાં પણ હવામાન બદલાશે

આજે હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન અને હરિયાણા તેમજ દિલ્હીમાં પણ મજબૂત સપાટીના પવનની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 30-40 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

બિહારમાં પણ ગરમીથી રાહત મળશે

હવામાન વિભાગે તેની આગાહીમાં કહ્યું છે કે 4-6 મે દરમિયાન ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આંધી અને વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ 7-10 મે દરમિયાન તોફાની વરસાદની શક્યતા છે. 6-10 મે વચ્ચે પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button