
નવી દિલ્હીઃ માર્ચની વિદાય સાથે આગામી ત્રણ મહિના દેશમાં ભયંકર ગરમી પડી શકે છે, તેમાંય વળી દેશના મેદાનવાળા વિસ્તારોમાં તો સામાન્ય કરતા વધુ ગરમી એટલે કે આસમાનમાંથી આકરી ગરમી પડશે.
ભારતમાં દરેક ઋતુનો અનુભવ થતો હોય છે. એપ્રિલને લઈને જૂન સુધી ભારતમાં તાપમાનનો પારો સામાન્ય કરતા વધારે રહેવાની શક્યતાઓ છે. આઈએમડીની આગાહીની વાત કરવામાં આવે તો ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્યના મેદાનોમાં લૂની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં ગરમીનો પારો વધી શકે છે. મોટા ભાગે ભારતના દરેક ભાગોમાં હવામાન એકસમાન નથી હોતું, કારણ કે ભારતની ભૌગોલિક સ્થિતિ દરેક રાજ્યો અને પ્રદેશોમાં અલગ અલગ જોવા મળતી હોય છે.
આપણ વાંચો: Gujarat Weather: ગરમીમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો બન્યા ચિંતિત, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
એપ્રિલથી જૂન સુધી ચારથી સાત દિવસ ગરમી વધશે
હવામાનની જાણકારી આપતા IMDના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.
આ બંને વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેવાની શક્યતા છે. એપ્રિલથી જૂન સુધી ઉત્તર અને પૂર્વ ભારતના મોટાભાગના ભાગો, મધ્ય ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાનોમાં સામાન્ય કરતાં બેથી ચાર દિવસ વધુ ગરમીની લહેર રહેવાની સંભાવના છે. ભારતમાં આગામી એક અઠવાડિયામાં ગરમી વધી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.
આપણ વાંચો: ગરમીથી થોડી રાહત આપવા આવી રહ્યા છે મેઘરાજા…
ઉત્તર પશ્ચિમ ભારતમાં ગરમીના દિવસો બમણા થશે
ખાસ કરીને વાત કરવામાં આવે તો આગાહી પ્રમાણે મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. IMDના અધિકારીએ આ પહેલા પણ આગાહી કરતા જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઉનાળા દરમિયાન ગરમીના દિવસોની સંખ્યા બમણી થઈ શકે છે.
આ પ્રદેશોમાં ઉનાળાની ઋતુમાં પાંચથી 6 દિવસ સુધી લૂ ચાલી શકે છે. રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તેલંગણામાં સામાન્યથી વધારે લૂની સંભાવના છે.
આપણ વાંચો: ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી માવઠાની આગાહી! જાણો કયા જિલ્લામાં થશે માવઠું?
દક્ષિણ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોના વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેશે
હવામાનની વધારે વિગતે વાત કરવામાં આવે તો દક્ષિણ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહી શકે છે. ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરપૂર્વના કેટલાક સ્થળો સિવાય દેશના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.
અત્યારે ગરમીમાં વધારે થવાથી લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે ગરમીના કારણે લોકોના લાઈટ બિલ પર વધવાના ચાન્સ છે, એટલું જ નહીં પરંતુ આ સમય દરમિયાન વીજળીની માંગમાં વધારો પણ થઈ શકે છે.