ઉત્તર ભારતના હવામાનને લઈને IMDએ કરી આવી આગાહી….

નવી દિલ્હી: દરવર્ષે શિયાળાની ઋતુ શરૂ થતાં જ દેશના ઉત્તર ભાગના રાજ્યોમાં કડકડતી ઠંડી પડે છે. પણ આ વર્ષે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા સાવ જુદી આગાહી કરવામાં આવી છે. આઇએમડીની આગાહી મુજબ આ વર્ષે ડિસેમ્બર 2023 થી ફેબ્રુઆરી 2024માં દેશના દરેક રાજ્યોમાં ઉષ્ણતાનું પ્રમાણ વધારે રહેશે અને આ સમયગાળા દરમિયાન ઠંડી હવાનું પ્રમાણ પણ ઓછું રહેશે.
આઇએમડીના એક અધિકારીએ કહ્યું કે જે મહિનામાં તાપમાન સૌથી ઓછું રહે છે તે મહિનામાં આ વર્ષે તાપમાનમાં વધારો જોવા મળશે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તાપમાનમાં સામાન્યથી વધુ રહે એવી શક્યતા છે. દેશના ઉત્તર અને પશ્ચિમના રાજ્યોને બાદ કરતાં બીજા રાજ્યોનું હવામાન અનુકૂળ રહેશે.
આઇએમડીએ ભારતમાં આ વર્ષે તાપમાનમાં વધારો થવાની આગાહી એનક પરિબળોના આધાર પર આપી છે. આઇએમડીએ હવામાન રિપોર્ટમાં જણાવ્યુ હતું કે પશ્ચિમના દેશોના હવામાનના બદલાવની અસરે ભારતમાં તાપમાનમા વધારો થશે.
પશ્ચિમમી દેશોમાંથી આવતા ઠંડા પવનોને લીધે ભારતના ઉત્તર પશ્ચિમ અને મધ્ય વિસ્તારોમાં ઠંડી પડે છે. પણ આ વર્ષે થોડાક ફેરફારને લીધે તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. સાથે જ આ વર્ષે શિયાળા દરમિયાન ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડે એવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.