રાયાબુજુર્ગમાં તળાવની જમીન બનેલ ગેરકાયદે મસ્જિદ, મેરેજ હોલ પર તંત્રે ફેરવ્યુ બુલડોઝર

ઉત્તર પ્રદેશના સંભલમાં રાયાબુજુર્ગ ગામમાં તંત્રની બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અને પેરામિલિટરી ફોર્સની હાજરીમાં પ્રશાસને તળાવની જમીન પર ગેરકાયદે બનેલી મસ્જિદ અને મેરેજ હોલને તોડી પાડવામં આવ્યું હતુ.
સંભલ જિલ્લાના રાયાબુજુર્ગમાં ગુરુવારે સવારે 11 વાગ્યે પ્રશાસને બુલડોઝર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવાની શરૂઆત કરી હતી. તળાવની જમીન પર લગભગ 10 વર્ષથી બનેલી મસ્જિદ અને તેની બાજુમાં આવેલું મેરેજ હોલ ધ્વસ્ત કરવામાં આવ્યું. આ બાંધકામો ગેરકાયદે હોવાનું જણાવતા પ્રશાસને નોટિસ આપી હતી, પરંતુ કોઈ જવાબ ન મળતા આ કડક પગલુ ભરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોઈ પણ અચ્છિનિય ઘટના ન બને તેના માટે તંત્રએ સંપૂર્ણ તૈયારી કરી હતી. કાર્યવાહી દરમિયાન પોલીસ અને પેરામિલિટરી ફોર્સની ટુકડીઓ સ્થળ પર હાજર હતી. વિજયાદશમીના દિવસે ગામમાં પોલીસ અને PACના વાહનો સાથે બે બુલડોઝર પહોંચ્યા હતા. આ ઉપરાંત, પેરામિલિટરી ફોર્સે ફ્લેગ માર્ચ કરીને સ્થિતિને નિયંત્રણમાં રાખી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
સંભલના પ્રશાસન અનુસાર, તળાવની સરકારી જમીન પર ગેરકાયદે બાંધવામાં આવેલી આ મસ્જિદ અને મેરેજ હોલ લાંબા સમયથી વિવાદનું કારણ હતા. આ કાર્યવાહી પહેલા પ્રશાસને સંબંધિત પક્ષકારોને નોટિસ મોકલી હતી, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા ધ્વસ્ત કરવાનો નિર્ણય લેવાયો. આ પગલુ સરકારી જમીન પરના ગેરકાયદે અતિક્રમણ સામે પ્રશાસનની સખત નીતિનું ઉદાહરણ છે, જે અન્ય વિસ્તારો માટે પણ ચેતવણીરૂપ બની શકે છે.
આ પણ વાંચો…દ્વારકામાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર, ભીમરાણામાં 40 વર્ષથી ખડકી દેવાયેલા ધાર્મિક દબાણને દૂર કરાયું