દિલ્લી પોલીસે બાંગ્લાદેશમાં ધકેલી દીધેલી સુનાલીને દીકરા સાથે ભારત પાછી લવાઈ

નવી દિલ્હીઃ ભારતીય નાગરિક હોવા છતાં પણ બાંગ્લાદેશી હોવાનું કહીને પશ્ચિમ બંગાળની એક ગર્ભવતી મહિલાને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેથી સુનાવણી બાદ કોર્ટે સરકારને આદેશ આપ્યો હતો કે, ગર્ભવતી મહિલા સોનાલી ખાતુન અને તેના દીકરાને પાછા ભારત લાવવામાં આવે. આ ગર્ભવતી મહિલાનું નામ સુનાલી છે અને તે નવ મહિનાની ગર્ભવતી પણ છે. થોડા સમય પહેલા સુનાલીને તેના પતિ અને દીકરા સાથે બાંગ્લાદેશ મોકલી દેવામાં આવી હતી.
અનેક અધિકારીઓની હાજરીમાં સુનાલીને ભારત પાછી લવાઈ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુનાલી અને તેના દીકરાને પશ્ચિમ બંગાલના માલદામાં અનેક અધિકારીઓની હાજરીમાં ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. હજી સુનાલીના પતિને ભારતમાં આપવાની પરવાનગી આપવામાં આવી નથી, જેથી સુનાલી હવે પતિને પણ ભારતમાં પાછા લાવવા માટે અપીલ કરશે તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી છે.
20 વર્ષથી દિલ્હીમાં રહેતો હતો સુનાલીનો પરિવાર
સુનાલીના પરિવારની વાત કરવામાં આવે તો, સુનાલીનો પરિવાર મૂળ રૂપે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાનો રહેવાશી છે. જો કે, છેલ્લા 20 વર્ષથી તેઓ દિલ્હીના રોહિણી વિસ્તારમાં આવેલી બંગાળી વસાહતમાં રહેતા હતાં. અહીં આ પરિવાર કબાડ અને કચરો ઉઠાવવાનું કામ કરીને પોતાનું ગુજરાત ચલાવી રહ્યો હતો.
18મી જૂને આ વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને સુનાલીને તેના પતિ દાનિશ શેખ, તેનો આઠ વર્ષનો છોકરો અને અન્ય છ લોકોને બાંગ્લાદેશી હોવાની શંકાએ ઝડપી લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ 27મી જૂને આ લોકોને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યાં હતાં.
સુનાલીના માતા-પિતાએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો કેસ
આ લોકોને બાંગ્લાદેશી કહીને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા હોવાથી સુનાલીના માતા-પિતાએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પરિવારે દાવો કર્યો હતો કે, સુનાલી ભારતીય છે તો તેને બાંગ્લાદેશ મોકલી શકાય નહીં. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે જરૂરી પુરાવાના આધારે સુનાલી અને તેના દીકરાને ભારત પાછા લાવવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટના આદેસ બાદ કેન્દ્ર સરકારે પણ માનવતાનો આધારે રાખીને સુનાલી અને તેના દીકરાને ભારતમાં પાછા લાવવાની પરવાનગી આપી દીધી હતી.
આ પણ વાંચો…આતંકી ફંડિંગ રેકેટનો પર્દાફાશ! જમ્મુ અને કાશ્મીર પોલીસે દિલ્લીમાંથી બેની ધરપકડ કરી



