IIT-BHU Mega Placement: વિદ્યાર્થીને મળ્યું રૂ.1.65 કરોડનું પેકેજ, 400 વિદ્યાર્થીઓને રૂ.35 લાખ રૂપિયાનું પેકેજ

વારાણસી: દેશમાં ટેકનીકલ એજ્યુકેશન માટેની પ્રાઈમ સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (IIT)માં આભ્યાસ કરવો એ વિદ્યાર્થીઓનું સપનું હોય છે, જેનું કારણ છે પ્લેસમેન્ટનો ઉંચો દર અને મળતું પેકેજ. હાલમાં IIT BHU એ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ (IIT BHU campus placement drive) ચાલી રહી છે, જેમાં કંપનીઓએ વિદ્યાર્થીઓને મોટી ઓફર આપી રહી છે.
ગઈ કાલે રવિવારે પ્રથમ દિવસે, એક વિદ્યાર્થીને સૌથી વધુ 1.65 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું. અન્ય બે વિદ્યાર્થીઓને 1 કરોડ રૂપિયાથી વધુની નોકરીની ઓફર મળી હતી. આ સિવાય કંપનીઓએ ચારસોથી વધુ વિદ્યાર્થીઓને સરેરાશ 35 લાખ રૂપિયા સુધીનું પેકેજ આપ્યું છે. આ ઉપરાંત 87 કંપનીઓએ પેઇડ ઇન્ટર્નશિપ હેઠળ 399 વિદ્યાર્થીઓની પસંદગી કરી છે.
આ કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો:
IIT BHUમાં મેગા પ્લેસમેન્ટ ડ્રાઈવ શનિવારે મધરાતથી શરૂ થઈ ગઈ છે. આમાં Squarepoint, Google, Microsoft, Harness, Alphonso, AQR Capital, Oracle, Ola, ThoughtSpot, Flipkart, Hylabs, DE Shaw, Nutanix, Zomato, Texas Instruments, Nvidia, McKinsey, KPMG, Bajaj, Applied Materials, Commonwealth Bank, Intel સહીત લગભગ 160 કંપનીઓએ બહાગ લીધો હતો. પ્રથમ દિવસે કંપનીઓએ પ્રોફાઇલના આધારે વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી, ત્યાર બાદ ટેસ્ટ અને ઇન્ટરવ્યુ લીધા. રવિવારે બપોરે ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ પરિણામ સીલબંધ કવરમાં ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલને મોકલવામાં આવ્યું હતું.
90 ટકાથી વધુ પ્લેસમેન્ટનો દાવો:
અહેવાલ મુજબ આ વખતે પ્લેસમેન્ટ માટે 1506 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પ્રથમ તબક્કામાં 8 ડિસેમ્બર સુધી ઇન્ટરવ્યુ ચાલુ રહેશે. પ્લેસમેન્ટ સેલનો દાવો છે કે આ વખતે 90 ટકાથી વધુ વિદ્યાર્થીઓને નોકરી આપવામાં આવશે.
વર્ષ 2015માં Oracle દ્વારા IIT BHUના વિદ્યાર્થીને 2.27 કરોડ રૂપિયાનું સૌથી મોટું પેકેજ આપવામાં આવ્યું હતું. વર્ષ 2016માં પણ ઓરેકલે 2.20 કરોડના વાર્ષિક પેકેજ પર એક વિદ્યાર્થીને નોકરી આપી હતી. વર્ષ 2021 માં, એક વિદ્યાર્થીને 2 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું અને 2023 માં, એક વિદ્યાર્થીને 1.68 કરોડ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું હતું.