નેશનલ

IIT Baba ને સોશિયલ મીડીયા પર આત્મ હત્યાની ધમકી આપવી ભારે પડી, પોલીસે હોટલમાંથી ગાંજા સાથે ધરપકડ કરી

જયપુર : સોશિયલ મીડિયા પર આઈઆઈટી બાબા (IIT Baba)તરીકે જાણીતા અભય સિંહની જયપુરમાં પોલીસે અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આત્મહત્યાની ધમકી આપી હતી. તેની બાદ શિપ્રા પથ પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી આઈઆઈટી બાબાની ધરપકડ કરી હતી.

NDPS એક્ટ હેઠળ કાર્યવાહી

આ અંગે મળતી માહિતી મુજબ, અભય સિંહ પાસેથી ગાંજો મળી આવ્યો છે. તેમની સામે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. હાલમાં પોલીસ આઈઆઈટી બાબાની પૂછપરછ કરી રહી છે. આઈઆઈટી બાબાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે પોલીસ હોટલમાં આવી હતી અને ફરિયાદ નોંધી હતી.

આપણ વાંચો: આઈઆઈટીયન બાબાની બન્ને આગાહી ખોટી પડી, જોરદાર ટ્રૉલ થતાં માફી માગી…

હું થાકી ગયો છું. મારી પાસે કશું બચ્યું નથી

તેમણે કહ્યું, બધા ભૂલી ગયા છે, ભોલેનાથનો પ્રસાદ બધે જ છે. હું કંઈ સમજાવી રહ્યો નથી. અહીં કોઈ અમારી મદદ નથી કરી રહ્યા. લોકો ફક્ત મેસેજ કરે છે. હું આખી રાત સૂઈ શક્યો નહીં. તેઓ મને જીવવા નથી દેતા. હવે તેમણે પરવાનગી આપી દીધી છે. તમારા સનાતનનું ધ્યાન રાખો. હું બીજા દેશમાં જઈને પણ લોકોને સનાતની બનાવી શકું છું. સત્યની કોઈ કમી નથી. પોલીસવાળા મારી સાથે જન્મદિવસ ઉજવી રહ્યા છે. હું થાકી ગયો છું. મારી પાસે કશું બચ્યું નથી. પૈસા નથી અને કોઈ સંપર્ક નથી.

આ બધું નાટક છે

આપણ વાંચો: બાબા બની ગયેલા IITian અભયના પરિવારની વ્યથાઃ જુવાન દીકરો આ રીતે…

આ ઉપરાંત આઇઆઇટી બાબાએ વધુમાં કહ્યું કે, તાજેતરમાં મીડિયાના લોકોએ મારી સાથે આવું કર્યું, કોઈ મારી સાથે નથી. અમે સાથે છીએ એમ કહેવાનો શું ફાયદો? આ બધું નાટક છે.

આ મહાદેવનો પ્રસાદ છે

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બાબાએ દાવો કર્યો હતો કે એક ન્યૂઝ ચેનલ પર ગેસ્ટ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અભય સિંહે કહ્યું કે આ મહાદેવનો પ્રસાદ છે. બધા બાબાઓ તેને પીવે છે. ત્યારે પોલીસ તેમની સામે કેસ નોંધી રહ્યા છે. પોલીસ કહે છે કે આ ગેરકાયદે છે. સાધુઓએ દારૂ પીધો છે. પુરાવો બધાની સામે છે તો પછી બધાની ધરપકડ કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button