નેશનલ

IIM કોલકાત્તા રેપ કેસ: પીડિતાના પિતાએ કરી ચોંકાવનારી વાત, જાણો શું કહ્યું?

કોલકાત્તા: પશ્વિમ બંગાળના કોલકાત્તામાં બળાત્કારની ઘટનાઓ વધી ગઈ છે. ગયા મહિને જ લો કોલેજમાં એક વિદ્યાર્થિની પર ત્રણ શખસોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે હવે આ મહિને પણ દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. IIM કોલકત્તામાં એક કાઉન્સેલર મહિલાને નશીલું પીણું પીવડાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પરંતુ આ પીડિત કાઉન્સેલર મહિલાના પિતાએ કંઈ જુદી જ વાત કરી છે.

મારી દીકરી સાથે દુષ્કર્મ નથી થયું

IIM કોલકત્તામાં દુષ્કર્મનો ભોગ બનેલી કાઉન્સેલર મહિલાના પિતાએ મીડિયા સાથે વાત કરી હતી. પિતાએ જણાવ્યું હતું કે, “શુક્રવારે રાત્રે 9.34 વાગ્યે મને ફોન આવ્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે, મારી દીકરી રીક્ષામાંથી પડી ગઈ હતી. જેથી તે બેભાન થઈ ગઈ હતી. તેને એસએસકે હોસ્પિટલના ન્યુરોલોજી વિભાગમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ તેને ત્યાં લઈ ગઈ છે.”

આ પણ વાંચો: કોલકાત્તા રેપ કેસઃ ફસાવવામાં આવ્યો છેઃ સંજય રૉયે જજને કરી આજીજી

તેમણે આગળ જણાવ્યું કે, “મારી દીકરીએ મને કહ્યું કે તે એક ડૉક્યુમેન્ટ જમા કરાવવા ગઈ હતી. તેની સાથે કોઈ જાતિય સતામણી કે ખરાબ વર્તન કરવામાં આવ્યું નથી. પોલીસે મને જણાવ્યું કે તેમણે કેસ નોંધીને કોઈની ધરપકડ કરી છે. જેની ધરપકડ કરવામાં આવી છે, તેની સાથે મારી દીકરીનો કોઈ સંબંધ નથી. મેડિકલ ટેસ્ટ દરમિયાન પોલીસે તેને કશું કહેવાનું કહ્યું હતું, પરંતુ તેણે કશું કહ્યું ન હતું. હું તેની સાથે વધારે વાત કરી શક્યો નથી. તે સુઈ રહી છે.”

આરોપી વિદ્યાર્થીને કોર્ટમાં રજૂ કરાયો

પીડિત મહિલાના પિતાએ પોલીસની FIRથી તદ્દન ઉલટી વાત કરી છે. પીડિત મહિલાએ FIRમાં જણાવ્યું છે કે, તેને કાઉન્સેલિંગ માટે હોસ્ટેલમાં બોલાવવામાં આવી હતી. હોસ્ટેલમાં કૈફી દ્રવ્ય ભેળવેલું પીણું પીધા પછી તે બેભાન થઈ ગઈ હતી. ભાનમાં આવ્યા પછી તેને ખ્યાલ આવ્યો કે તેના પર બળાત્કાર થયો છે.

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : કોલકાત્તાની કોલેજમાં ગેંગ રેપ, તૃણમૂલ હાથ ના ખંખેરી શકે

IIM કોલકત્તા રેપ કેસના આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો. આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, “તે મહિલા એક કાઉન્સેલર હતી. બંને ઓનલાઈન જોડાયેલા હતા અને મહિલા કાઉન્સેલિંગ આપવા માટે IIM-C ખાતે વિદ્યાર્થીની છાત્રાલયમાં ગઈ હતી. વિદ્યાર્થીને ફસાવવામાં આવી રહ્યો છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button