
નવી દિલ્હી: દેશમાં તાજેતરમાં એક નવો વિવાદ સર્જાયો છે અને તેની ચર્ચા ઉત્તરથી લઈને પશ્ચિમ ભારત સુધી થઈ રહી છે. આ મુદ્દો છે “આઈ લવ મુહમ્મદ”, આ મુદ્દે ભારતનું રાજકારણ ગારમાયું છે, ત્યારે હવે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ મામલે નિવેદન આપ્યું હતું. તેમણે સીધો સવાલ કર્યો હતો છે કે દેશમાં ‘આઈ લવ મોદી’ (I Love Modi )કહેનારનો મીડિયા પણ સન્માન કરે છે, પરંતુ જો કોઈ ‘આઈ લવ મોહમ્મદ’ (I Love Mohammad) કહે તો તેનો વિરોધ શા માટે થાય છે? તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે?
ઓવૈસીએ જણાવ્યું કે, “સંભલ મસ્જિદનો કેસ ચાલી રહ્યો છે, અમારી મસ્જિદો છીનવાઈ રહી છે. આ દેશમાં કોઈ ‘આઈ લવ મોદી’ તો કહી શકે છે, પરંતુ ‘આઈ લવ મોહમ્મદ’ નહીં કહી શકે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે જો તેઓ મુસલમાન છે, તો તે મોહમ્મદને કારણે છે. આઝાદીની લડતમાં ભાગ લેનાર ૧૭ કરોડ ભારતીયો માટે આ સર્વોપરી છે.
પોલીસની કાર્યવાહી અને કાયદા પર સવાલ
ઓવૈસીએ હિંસાની નિંદા કરતા કહ્યું કે કેટલાક વીડિયોમાં પોલીસ લાઠીચાર્જ કરતી દેખાય છે અને દુકાનદારો તેમના પર ફૂલ વરસાવતા દેખાય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે પોલીસ માત્ર સત્તામાં બેઠેલા લોકો પ્રત્યે જવાબદાર છે. તેમણે લોકોને કાયદાના દાયરામાં રહીને ધીરજ રાખવાની અપીલ કરી. ઓવૈસીએ કટાક્ષ કરતા કહ્યું કે, “જ્યારે તમે કાયદાના દાયરામાં કામ કરશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે કાયદો માત્ર એક કરોળિયાનું જાળું છે અને બીજું કશું નથી.” તેમણે આસામમાં ૩૦૦૦ મુસલમાનોને બેઘર કરવાના મુદ્દે પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
RSSની ભૂમિકા પર ઓવૈસીનો આક્રોશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ભૂમિકાની પ્રશંસા કર્યા બાદ ઓવૈસીએ RSS પર તીખો પ્રહાર કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તેમની જાણકારી મુજબ RSSના ગઠન બાદ તેના કોઈપણ સભ્યએ સ્વતંત્રતા આંદોલન દરમિયાન પોતાના પ્રાણની આહુતિ આપી નથી કે ન તો જેલમાં ગયા છે. જોકે, તેમણે RSSના સંસ્થાપક કે.બી. હેડગેવારની જીવનચરિત્રનો હવાલો આપતા કહ્યું કે હેડગેવારે ૧૯૩૦માં દાંડી માર્ચમાં ભાગ લીધો હતો અને જેલ પણ ગયા હતા, જેથી તેઓ સ્વતંત્રતા સેનાનીઓને પછીથી સંઘમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી શકે.
આ પણ વાંચો…અહિલ્યાનગરમાં ‘આઈ લવ મોહમ્મદ’ મુદ્દે તણાવઃ હિંસક પ્રદર્શન બાદ પોલીસનો લાઠીચાર્જ…