નેશનલ

RBIની આ ચેતવણી અવગણી તો થઈ શકે છે તમારું એકાઉન્ટ ખાલી, જાણો મહત્ત્વની માહિતી

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ દેશમાં કરોડો બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સ માટે ચેતવણી જાહેર કરી છે. રિઝર્વ બેન્કે પોતાની વોર્નિંગમાં ખાતા ધારકોને કહ્યું કે તમારી એક ભૂલથી ભારી નુકશાન થઈ શકે છે. ડિજિટલ દુનિયામાં સતત વધતા સાઈબર એટેકને લઈ બેન્ક એકાઉન્ટ ધારકોને સતર્ક રહેવાની જરૂર છે. યુઝર્સની એક ભૂલથી એકાઉન્ટનું એક્સેસ ગુનેગારોના હાથોમાં જઈ શકે છે. બાદમાં ગુનેગાર તેમનું ખાતું ખાલી પણ કરી શકે છે.

આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ચેતવણીવાળો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બેન્ક ખાતાને સુરક્ષિત રાખવાની રીત દર્શાવામાં આવી છે. સાથે જ આરબીઆઈએ કહ્યું કે લોકોએ પોતાના સ્માર્ટફોન પર મળતી કોઈ અજાણી લિંક પર ભૂલથી પણ ક્લિક ન કરવું. સાઈબર ગુનેગારો બેંક ખાતા ધારકોને એસએમએસ, મેઈલ અથવા વોટ્સએપના માધ્યમથી લિંક મોકલતા રહે છે. આના પર ક્લિક કરવા માત્રથી તેમના ડિવાઈસનું એક્સેસ ગુનેગારોને મળી જાય છે. ડિવાઈસનું એક્સેસ સાઈબર ગુનેગારોને મળવા બાદ તે યુઝર્સનું બેન્ક એકાઉન્ટ હૈક પણ કરી શકે છે અને ખાતુ પણ ખાલી કરી શકે છે. આરબીઆઈએ આ પ્રકારના એસએમએસ અને ઈમેલથી સાવધાન રહેવાનું જણાવ્યું છે.

તેમણે પોતાના વીડિયો મેસેજમાં એ પણ કહ્યું છે કે અજાણી લિંક જ નહી પણ ઓટીપીના નામ પર કસ્ટમર કેરના નામ પર પણ યુઝર્સ સાથે ફ્રોડ થઈ શકે છે. ડિજિટલ યુગમાં યુઝર્સે પોતાની ક્રેડેન્સિયલ જાણકારીની સુરક્ષા માટે કેટલીક સાવધાની રાખવાની જરૂર છે.

યુઝર્સે આ વાતનું ખાસ ધ્યાન રાખવું

  1. કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ન કરો
  2. અજાણ્યા નંબરથી આવનાર કોલ પર સતર્ક રહી શાંતિથી જવાબ આપો
  3. પોલીસ અથવા અન્ય અધિકારીના નામથી આવતા ધમકીભર્યા ફોન પર તેમની વાતમાં ન આવવું
  4. જો તમને લાગે કે કોઈ સ્કેમ કરી રહ્યું છે તો સાઈબર ક્રાઈમની વેબસાઈટ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button