ઉત્તરાખંડમાં ફરવા જવાના છો તો આ વાંચી લેજો, સરકારે શરૂ કરી આ નવી સુવિધા….
શિમલા: દેશની પ્રથમ હિમાલયન એર સફારી જાયરોકોપ્ટર એડવેન્ચર શરૂ કરનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. શનિવારે હરિદ્વારના બૈરાગી કેમ્પમાં જાયરોકોપ્ટરની ફ્લાઇટ ટ્રાયલ સફળ રહી હતી. પ્રવાસન વિભાગે જાયરોકોપ્ટર દ્વારા એર સફારી માટે ડીજીસીએની મંજૂરી મેળવી લીધી છે.
રાજ્યમાં એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવાની આ એક અનોખી પહેલ છે. ત્યારે સિંગલ સીટ એરોકોપ્ટરથી પ્રવાસીઓ હવામાં રોમાંચનો આનંદ માણી શકશે અને નજીકથી હિમાલય અને પ્રાકૃતિક સૌંદર્યને પણ જોઈ શકશે. જાયરોકોપ્ટરની મદદથી પ્રવાસીઓ રાજ્યના એવા પ્રવાસન સ્થળોએ પણ સરળતાથી પહોંચી શકશે જ્યાં ફરવા જતા લોકો ડરે છે.
રાજસ એરો સ્પોર્ટ્સ એન્ડ એડવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદ રાજ્યમાં જાયરોકોપ્ટર દ્વારા એર સફારી શરૂ કરશે જેમાં તેએ ઉપરથી હિમાલય અને તેનું કુદરતી સૌંદર્ય જોઇ શકશે. પ્રવાસન વિકાસ પરિષદના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી અશ્વિની પુંડિરે જણાવ્યું હતું કે પ્રવાસીઓ જોયરોકોપ્ટરની મદદથી રાજ્યના એવા સ્થળોની પણ મુલાકાત લઇ શકશે જ્યાં આજ સુધી મોટા ભાગે પ્રવાસીઓ જવાનું ટાળે છે.
આ ઉપરાંત ઉપરથી હિમાલય, પર્વતમાળાઓ અને નદીઓના એરિયલ વ્યૂનો પણ આનંદ માણી શકાશે. સિંગલ સીટર એરોકોપ્ટર જર્મનીથી ખરીદવામાં આવ્યું છે. આ એરોકેપ્ટરથી એડવેન્ચર ટુરીઝમને પ્રોત્સાહન મળશે. શનિવારે હરિદ્વારમાં જાયરોકોપ્ટર ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું જે સફળ રહ્યું હતું.