મુંબઈ: સાઈબર ફ્રોડના કેસમાં દિવસે ને દિવસે વધારો થતો હોવાનું જોતાં પોલીસ હંમેશાં નાગરિકોને આવા ફ્રોડથી બચવા માટે વિવિધ અપીલ કરતી હોય છે, તેમ છતાં લલચામણી ઓફરને વશ થઇને નાગરિકો તેનો ભોગ બનતા જ હોય છે. આ વર્ષે દિવાળીના સમયે ઓનલાઈન ખરીદી કરતાં સાવધાન રહેવાની અપીલ સાઈબર પોલીસે કરી છે.
દિવાળી સહિત વિવિધ ઉત્સવોમાં ઓનલાઈનમાં ઠગ સક્રિય થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. વિવિધ ફેસ્ટિવલના ઓફરના નામે એક લિંક મોકલાવીને તમારા ખાતા પર આ ઠગો તરાપ મારતા હોય છે. આથી આવી કોઇ પણ લલચામણી ઓફર તરફ ધ્યાન ન દેવાની અપીલ સાઈબર પોલીસે કરી છે.
અજાણી લિંક મોકલાવીને નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ઠગો ફૂલીફાલી નીકળ્યા છે. આવી લિંકને આધારે તેઓ તમારા બેંકખાતાં સુધી પહોંચી જતા હોય છે અને તમામ પ્રકારની માહિતી મેળવ્યા બાદ તમારાં ખાતાંમાંથી લાખો રૂપિયા સેરવી લેતા હોય છે. આથી આવી લલચામણી ઓફરમાં નાગરિકોએ ફસાવવું નહીં એવી અપીલ સાઈબર પોલીસે કરી છે.
સાઈબર ફ્રોડ માટે ફરિયાદ અહીં કરશો
જો તમે ફાઈબર ઠગના જાળમાં ફસાઇ ગયા હોવ તો તાબડતોબ ૧૯૩૦ નંબર પર સાઈબર પોલીસની હેલ્પલાઈન પર સંપર્ક કરશો, એવી અપીલ મહારાષ્ટ્ર પોલીસે કરી છે.
Taboola Feed