પાકિસ્તાન સદીઓ સુધી હુમલાને યાદ રાખશે, અવળચંડાઈ બંધ નહીં કરે તો ગાઝા બનાવી દઈશુંઃ એક્સપર્ટ

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધો હતો. હતાશ થયેલું પાકિસ્તાન સતત ભારતીય સૈન્ય ઠેકાણાં અને નાગરિકોને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પાકિસ્તાનની એક પણ મિસાઈલ કે ડ્રોન ભારતની ધરતીને નુકસાન પહોંચાડી શક્યું નથી.

પાકિસ્તાનની હરકત માફ કરવાને લાયક નથી
એક્સપર્ટના કહેવા મુજબ, ભારતે હવામાં જ પાકિસ્તાનની તમામ મિસાઈલ અને ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાનને ગાઝા બનાવી દઈશું અને આપણે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જો પાકિસ્તાન હજુ પણ અવળચંડાઈ બંધ નહીં કરે તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડશે. ઓપરેશન સિંદૂર આપણે એક રીતે ખતમ કરી દીધું હતું પરંતુ તે બાદ પાકિસ્તાને જે હરકત કરી છે તે માફ કરવાને લાયક નથી. તેનો સણસણતો જવાબ આપવો જરૂરી હતો.
પાકિસ્તાન સદીઓ સુધી આ હુમલાને યાદ રાખશે
અન્ય એક નિષ્ણાતના કહેવા પ્રમાણે, આપણી સેના સંપૂર્ણ તૈયાર છે. આપણી પાસે અત્યાધુનિક સિસ્ટમ છે, જેનાથી પાકિસ્તાનની ડિફેન્સ સિસ્ટમને તોડી પાડવામાં આવી હતી. તેમના ફાઈટર્સનું નામો નિશાન મીટાવી દેવામાં આવ્યું અને આપણા ડ્રોને તેમની ધરતીમાં જઈને હુમલો કર્યો છે. જે આપણી તાકાત બતાવે છે. આપણી સેનાએ તેમને જ પદાર્થ પાઠ ભણાવ્યો છે તે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે.
કૂટનીતિ મોરચે પણ પછડાટ
અન્ય એક નિષ્ણાતે કહ્યું, ભારતે પાકિસ્તાનને માત્ર સૈન્ય મોરચે જ નહીં પરંતુ કૂટનીતિ મોરચે પણ પછડાટ આપી હતી. પાકિસ્તાન આતંકવાદીઓનું આશ્રય સ્થાન છે તે સમગ્ર વિશ્વ સમક્ષ ખૂલ્લું પડી ગયું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસે પણ બંને દેશો વચ્ચે દરમિયાનગીરી કરવાની ના પાડી છે. યુનાઈટેડ નેશનંસ પણ આમ આદમી પર આતંકી હુમલાનો વિરોધ કરે છે. આ રીતે સમગ્ર વિશ્વ ભારતની સાથે છે.
આ પણ વાંચો…JF-17નો એક પાકિસ્તાની પાયલટ રાજસ્થાનના લાઠીમાંથી પકડાયો, અન્ય એકની શોધ ચાલુ…