નેશનલ

બિહારમાં મારી પાર્ટી જીતી તો એક કલાકમાં દારુબંધી સમાપ્ત થશેઃ પ્રશાંત કિશોરનો દાવો

એક સમયે વડાપ્રધાન મોદીના ચૂંટણી રણનીતિકાર રહેલા પ્રશાંત કિશોર આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમા મોટો દાવ ખેલ્યો છે. મહાત્મા ગાંધી જયંતી(બીજી ઓક્ટોબર )એ પોતાના જન સુરાજ અભિયાન રાજકીય પક્ષની વિધિવત જાહેરાત સાથે જ એક એવું નિવેદન આપી ખળભળાટ મચાવી દીધો છે જેનાથી બિહારની તમામ રાજકીય પાર્ટી અને રાષ્ટ્રીય પાર્ટીઓમાં સોંપો પડી ગયો છે.

શું કહ્યું પ્રશાંત કિશોર એ ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી2012માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રણનીતિકાર રહેલા અને બાદમાં 2014માં ‘ચાય પે ચર્ચા’થી રાષ્ટ્રીય રાજકારણમાં હલચલ મચાવી દેનારા પ્રશાંત કિશોર બાદમાં બિહારની રાજનીતીમાં સક્રિય થયા.

નિતિશકુમાર સાથે પણ બિહારની રાજનીતીમાં સફળ વ્યૂહરચનાકાર રહેલા PK એ બાદમાં નીતિશ સાથે છેડો ફાડી પોતાની પાર્ટી રચના બાદ આગામી વર્ષે બિહાર ચૂંટણીમા પોતાનો દમ-ખમ દર્શાવવા તૈયાર છે.

PKએ શનિવારે જાહેરાત કરી કે જો તેમના નેતૃત્વ હેઠળની જન સુરાજ સત્તામાં આવે તો તેઓ બિહારમાં દારૂબંધીને તરત જ સમાપ્ત કરી દેશે.”બે ઓક્ટોબર માટે કોઈ ખાસ તૈયારીની જરૂર નથી. અમે છેલ્લા બે વર્ષથી તૈયારી કરી રહ્યા છીએ. જો જન સુરાજની સરકાર બને તો અમે એક કલાકની અંદર દારૂબંધી સમાપ્ત કરી દઈશું.”

આપણ વાંચો: Lok Sabha Election: આ વખતે ભાજપને 370 સીટ નહીં મળી તો…પ્રશાંત કિશોરે શું કહ્યું?

બિહારનું દારૂ(કારણ)

બિહારની રાજનીતિ અને દારૂનીતિ બંને એક બીજાથી છૂટા ના પાડી શકાય તેવા દ્વંદ છે. આ પરિણામે ક્યારેક દારૂનીતિ,રાજનીતિ પર હાવી થઈ જાય છે. બિહાર રાજ્યમાં દારૂબંધી પાછળ નીતિશ સરકારનો ઉદ્દેશ્ય સારો હતો, પરંતુ તેનાથી અલગ તેના ઘણા આડઅસરો થઈ રહ્યા છે જે આર્થિક રીતે પછાત આ રાજ્ય માટે યોગ્ય નથી.

જેમ ગુજરાતમાં દારૂબંધીથી કરોડો રૂપિયાની મહેસૂલ રાજી સરકાર ગુમાવે છે,આમ છ્તા ગુજરાતનાં કોઈ પણ ખૂણે દારૂ જગજાહેર રીતે મળે છે. આવું જ બિહારમાં છે.દારૂબંધીથી રાજ્યને કરોડો રૂપિયાની મહેસૂલ ગુમાવવી પડે છે.

એક આંકડા પર નજર કરીએ તો 2015માં દારૂથી થતી એક્સાઇઝ ડ્યુટીથી રાજ્યને 4,000 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. દારૂબંધી લાગુ થયા પછીથી અત્યાર સુધીમાં રાજ્યને લગભગ 40,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. મદ્ય નિષેધ ઉત્પાદન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે દારૂબંધીથી દર વર્ષે 10,000 કરોડથી વધુ મહેસૂલનું નુકસાન થઈ રહ્યું છે.

આપણ વાંચો: લોકસભા ચૂંટણીઃ પ્રશાંત કિશોરે I.N.D.I.A. ગઠબંધનની ચિંતા વધારી, જાણો ‘પીકે’ના મોટા દાવા

ગુજરાતની માફક જ બિહારમાં પણ ગેરકાયદે દારૂની હેરફેરનો ધંધો ખૂબ જ ફૂલ્યો-ફાલ્યો છે. શરાબ માફિયાઓ દારૂબંધીની આડમાં કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ બધાથી અલગ દારૂબંધી પછી પણ બિહારમાં ઝેરી દારૂ પીવાથી નાગરિકોના મૃત્યુઆંક પણ ડરામણી રીતે વધતો ચાલ્યો છે.

બિહાર ચૂંટણી પર અસર કેવી ?

જો દારૂબંધીના નિર્ણયને લઈને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પર અસરના સંદર્ભમાં જોઈએ તો આ ખૂબ જ મહત્વ ધરાવશે. વાસ્તવમાં, લાંબા સમયથી ઘણા લોકો તેને હટાવવાની માંગ કરી રહ્યા છે.

વેપારીઓથી લઈને સામાન્ય લોકો સુધી એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે જે દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આ ઉપરાંત જો દારૂબંધી હટે તો મહેસૂલનું નુકસાન પણ ઓછું થશે. આવી સ્થિતિમાં રાજકીય નિષ્ણાતો કહે છે કે આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આ મોટો મુદ્દો બની શકે છે.

વર્તમાન રાજકીય સ્થિતિ કેવી?

દારૂબંધીને લઈને વર્તમાન રાજકીય સ્થિતિ જોઈએ તો તે ખૂબ જ રસપ્રદ છે. નીતિશ કુમાર NDA સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. આ જ NDAમાં સામેલ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હમ પાર્ટીના મુખિયા જીતન રામ માંઝી ઘણી વાર દારૂબંધી લાગુ કરી હોવાની વાતને સમર્થન કરતાં જોવા નથી મળ્યા ઊલટાનું પોતે પણ તેને હટાવવાની માંગ કરી ચૂક્યા છે. વિપક્ષમાં રહીને ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉ. સંજય જયસવાલે પણ આ કાયદા પર પુનર્વિચાર કરવાની માંગ ઉઠાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button