બાળકને શાળામાં ACની જરૂર હોય તો વાલી ઉઠાવે ખર્ચઃ હાઇ કોર્ટ
દિલ્હીઃ આજના જમાનામાં બાળકોનું શિક્ષણ ઘણું મોંઘુ થઈ ગયું છે. વાલીઓએ બાળકોના સ્કૂલના એડમિશન સાથે પુસ્તકો, ડ્રેસ, બસ વગેરેનો ખર્ચો પણ ઉઠાવો પડે છે. હવે વાલીઓના માથે વધુ એક ખર્ચ આવી પડવાનો છે. જો તમે ઈચ્છો છો કે તમારું બાળક એસીવાળા ક્લાસરૂમમાં ભણે તો વાલીઓએ પણ વીજળીનો ખર્ચ ઉઠાવો પડશે, આવો નિર્ણય દિલ્હી હાઇકોર્ટે એક અરજીમાં આપ્યો છે
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શાળામાં લગાવવામાં આવતા એસીનો ખર્ચ એકલી શાળા ઉઠાવી શકે નહીં. આવી સ્થિતિમાં બાળકોના વાલીઓએ શાળાના એર કન્ડિશનનો ખર્ચ ઉઠાવવો પડશે. કોટે જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓને આપવામાં આવી સુવિધા છે. આ સાથે ACની સુવિધા માટે વાલીઓ પાસેથી ફી વસૂલતી ખાનગી શાળાઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
દિલ્હીની એક ખાનગી શાળામાં ભણતા વિદ્યાર્થીના પિતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેમાં શાળા દ્વારા એર કન્ડિશન ક્લાસરૂમનો ચાર્જ પણ વસવામાં આવતો હતો, જેને તેમણે કોર્ટમાં પડકાર્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે શાળા દ્વારા એસીના નામે દર મહિને 2,000 રૂપિયા વધારાના લેવામાં આવે છે. પિતાની દલીલ એવી હતી કે શાળામાં એસી સુવિધા આપવાની જવાબદારી શાળા પ્રશાસનની છે. તેથી શાળાએ આ ખર્ચ પોતાના ભંડોળમાંથી આપવો જોઈએ
દિલ્હી હાઇકોર્ટે આ અરજીની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે માતા પિતાએ શાળા પસંદ કરતી વખતે તેમના બાળકોને આપવામાં આવતી સુવિધાઓ અને ખર્ચ પર ધ્યાન આપવું જોઈએ. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે એસી વગેરે જેવા ખર્ચનો બોજ એકલા સ્કૂલ મેનેજમેન્ટ પર ના નાખી શકાય. કોર્ટે એ વાતની પણ નોંધ લીધી હતી કે એર કન્ડિશનની ફી શાળાની ફીની રસીદમાં નોંધાયેલી છે. ત્યારબાદ કોર્ટે જણાવ્યું હતું કે શાળા દ્વારા લેવામાં આવતી ફીમાં કોઈ ગેરરીતિ કરવામાં આવી નથી.
કોર્ટના આ આદેશ બાદ દરેક શાળાઓને ક્લાસરૂમમાં લગાવવામાં આવતા એસી માટે વધારાનો ચાર્જ લેવાની છૂટકોર્ટના આ આદેશ બાદ દરેક શાળાઓને ક્લાસરૂમમાં લગાવવામાં આવતા એસી માટે વધારાનો ચાર્જ લેવાની છૂટ મળી ગઇ છે.