
PM મોદીએ વિશ્વ ગીતા પરાયણ કાર્યક્રમમાં ભાગ લીધો; કહ્યું: અમારી ‘સબકા સાથ, સબકા વિકાસ’ની નીતિ શ્રી કૃષ્ણના શ્લોકોથી પ્રેરિત
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના કર્ણાટક પ્રવાસે છે. ઉડ્ડુપીમાં જગદ્ગુરુ શ્રી શ્રી સુગુણેન્દ્ર તીર્થ સ્વામીજીએ વિશ્વ ગીતા પર્યાય-લક્ષ્ય કંઠ ગીતા પરાયણ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો. પીએમ મોદી 14 વર્ષ બાદ ઉડ્ડુપી પહોંચ્યા હતા. સંબોધન દરમિયાન પીએમ મોદીએ દુશ્મનોને સુદર્શન ચક્રની ધમકી આપી હતી અને કહ્યું કે આ નવું ભારત કોઈને સામે ઝૂકતું નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, શ્રી કૃષ્ણS યુદ્ધની ભૂમિ પર ગીતાનો સંદેશ આપ્યો હતો અને ભગવત ગીતા આપણને શીખવે છે કે શાંતિ અને સત્યની સ્થાપના માટે અત્યાચારીઓનો અંત પણ જરૂરી છે. દેશે ઓપરેશન સિંદૂરની કાર્યવાહીમાં આપણો સંકલ્પ જોયો છે. આપણે શાંતિ સ્થાપિત કરવી પણ જાણીએ છીએ અને શાંતિની રક્ષા કરવી પણ જાણીએ છીએ.
જનસભાને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મારા માટે ઉડુપી આવવું ખાસ એટલા માટે પણ છે, કારણ કે ઉડુપી જનસંઘ અને ભાજપના સુશાસન મોડેલની કર્મભૂમિ રહી છે. 1968માં, ઉડુપીના લોકોએ અમારા જનસંઘના વી.એસ. આચાર્યને અહીંની નગરપાલિકા પરિષદમાં જીતાડ્યા હતા… આજે આપણે દેશભરમાં જે સ્વચ્છતા અભિયાન જોઈ રહ્યા છીએ, તેને ઉડુપીએ પાંચ દાયકા પહેલા જ અપનાવી લીધું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું, આપણા સમાજમાં મંત્રો, ગીતાના શ્લોકોનું પઠન સદીઓથી થઈ રહ્યું છે, પરંતુ જ્યારે એક લાખ કંઠ એક સૂરમાં આ શ્લોકોનું આવું ઉચ્ચારણ કરે છે… ત્યારે એવી ઊર્જા નીકળે છે જે આપણા મન, મસ્તિષ્કને એક નવું સ્પંદન, નવી શક્તિ આપે છે. આ જ ઊર્જા આધ્યાત્મની શક્તિ પણ છે, આ જ ઊર્જા સામાજિક એકતાની શક્તિ છે. એટલા માટે આજે લક્ષ કંઠ ગીતાનો આ અવસર એક વિશાળ ઊર્જા પિંડનો અનુભવ કરવાનો અવસર બની ગયો છે.”
‘સબકા સાથ, સબકા વિકાસ’ની નીતિ ભગવાન શ્રીકૃષ્ણના શ્લોકોથી પ્રેરિત – PM
પીએમ મોદીએ આ દરમિયાન કહ્યું, અહીં આવવાના ત્રણ દિવસ પહેલા હું અયોધ્યામાં હતો. 25 નવેમ્બરે વિવાહ પંચમીના પાવન દિવસે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મ ધ્વજાની સ્થાપના થઈ છે.. રામ મંદિર આંદોલનમાં ઉડુપીની ભૂમિકા કેટલી મોટી છે, તે આખો દેશ જાણે છે. સબકા સાથ, સબકા વિકાસની નીતિઓ ભગવાન શ્રી કૃષ્ણના શ્લોકોથી પ્રેરિત છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને ગરીબોની મદદ કરવાનો મંત્ર આપે છે અને આ જ મંત્રની પ્રેરણા આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓનો આધાર બને છે. ભગવાન શ્રી કૃષ્ણ આપણને મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણનું જ્ઞાન શીખવે છે અને આની જ પ્રેરણાથી દેશ નારી શક્તિ વંદન અધિનિયમ જેવો ઐતિહાસિક નિર્ણય લે છે.
આ ઉપરાંત વડા પ્રધાને કહ્યું પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં આપણા ઘણા નાગરિકોનો જીવ ગયો, જેમાં કનારા સમુદાયના ભાઈ-બહેનોનો પણ સમાવેશ થાય છે. અગાઉ, જ્યારે આવી દુઃખદ ઘટનાઓ બનતી હતી, ત્યારે સરકારો ઘણીવાર ચૂપ રહેતી હતી, પરંતુ આ નવું ભારત છે, જે કોઈ સામે ઝૂકતું નથી.



