જો અગ્નિવીર ફરજ બજાવતા મૃત્યુ પામે તો પરિવારને 1 કરોડથી વધુ રકમ મળશે

જો અગ્નિવીર ફરજ બજાવતા મૃત્યુ પામે તો પરિવારને 1 કરોડથી વધુ રકમ મળશે

ફરજ દરમિયાન પોતાના જીવનું બલિદાન આપનાર અગ્નિવીરના પરિવારોને સરકાર તરફથી 1 કરોડ રૂપિયાથી વધુની રકમ આપવામાં આવશે. સેનાના સૂત્રોએ આ માહિતી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરજની દરમિયાન પોતાનું બલિદાન આપનાર અગ્નિવીરના નજીકના સગાને 48 લાખ રૂપિયા નોન-કોન્ટ્રીબ્યુટરી ઈન્સ્યોરન્સ અને 44 લાખ રૂપિયા વળતર તરીકે મળશે. જોકે આ અંગે સેના દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સેનાના સૂત્રોએ જણાવ્યું કે, ફરજ બજાવતા જીવનું બલિદાન આપનાર અગ્નિવીરના પરિવારના સભ્યોને તેમના મૃત્યુની તારીખથી ચાર વર્ષ પૂરા થવા સુધી બાકીના કાર્યકાળ માટે પગાર (રૂ. 13 લાખથી વધુ) મળશે. આર્મ્ડ ફોર્સિસ બેટલ કેઝ્યુઅલ્ટી ફંડમાંથી 8 લાખ રૂપિયાનું યોગદાન પણ આપવામાં આવશે.

તાજેતરમાં, સિયાચીન ગ્લેશિયરના વિસ્તારોમાં ફરજ પર ગાવતે અક્ષય લક્ષ્મણ નામના અગ્નિવીરે જીવ ગુમાવ્યો હતો. મહારાષ્ટ્રના રહેવાસી ગાવતે અક્ષય લક્ષ્મણ અગ્નિવીર ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પહેલા અગ્નિવીર છે.
ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દુખની આ ઘડીમાં દેશ શોકગ્રસ્ત પરિવારની સાથે મજબૂત રીતે ઉભો છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button