
નવી દિલ્હી : ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ( આઈસીએ) દ્વારા સપ્ટેમ્બર માસમાં લેવામાં આવેલી ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને ફાઉન્ડેશન પરીક્ષાઓના આજે પરિણામ જાહેર થવાના છે. આ અંગે આઈસીએઆઈ હાલમાં એક નોટીફિકેશન જાહેર કર્યું છે. આ પરિણામ જાહેર થયા બાદ ઉમેદવારો આઈસીએની સત્તાવાર વેબસાઈટ પરથી પરિણામ ચકાસીને ડાઉનલોડ કરી શકશે.
ફાઈનલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો બપોરે બે વાગ્યે
આઈસીએ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ ફાઈનલ અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાના પરિણામો બપોરે બે વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવશે. જયારે . ફાઉન્ડેશન કોર્સના પરિણામો 3 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવશે.

સપ્ટેમ્બર માસમાં યોજાઈ હતી પરીક્ષાઓ
આઈસીએ એ ગ્રુપ 1 અને 2 માટે ફાઇનલ કોર્સની પરીક્ષાઓ અનુક્રમે 3, 6, 8 સપ્ટેમ્બર 2025 અને 10, 12, 14 સપ્ટેમ્બર, 2025 ના રોજ યોજાઈ હતી. જયારે ઇન્ટરમીડિયેટ કોર્સના ગ્રુપ 1 અને 2 માટે પરીક્ષાઓ 4, 7 અને 9 સપ્ટેમ્બર અને 11, 13, 15 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી.
સત્તાવાર વેબસાઇટ પરથી પરિમાણ જાણી શકાશે
આઈસીએના પરીક્ષા આપેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ icai.nic.in પરથી તેમના પરિણામો ચકાસી અને ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોએ તેમના પરિણામો તપાસવા માટે રજીસ્ટ્રેશન નંબર અને ઓળખપત્રનો ઉપયોગ કરવો પડશે.



